Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના મોટા કણકોટ ગામે યુવાન પર દીપડાનો હુમલો:માથા, ગાલ અને હાથ પર ઈજા, અમરેલી સિવિલ ખસેડાયો; દીપડાને પકડવા વનવિભાગે શરૂ કર્યું સ્કેનિંગ

    1 day ago

    અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા સહિતનાં વન્યપ્રાણીઓનો વસવાટ વધવાની સાથે હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે અમરેલી તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં રૂમાલ વેરસિંહ મહેડા નામના વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. દીપડાના હુમલામાં તેમના માથા, ગાલ અને હાથના ભાગે ઈજા થઈ હતી. બનાવ બાદ ઈજાગ્રસ્તને પ્રથમ લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની વધતી ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. દીપડાને પકડવા વનવિભાગની ટીમો સક્રિય, સીમ વિસ્તારમાં સ્કેનિંગ શરૂ મોટા કણકોટ ગામે દીપડાના હુમલાની ઘટના બાદ લીલીયા રેન્જ વનવિભાગ દ્વારા દીપડાને શોધી પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગની ટીમો દ્વારા ગામની સીમ વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે. દીપડાની હિલચાલ અને હાજરી અંગે તપાસ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. વનવિભાગ દ્વારા રાત્રિના સમયે પાંજરાં મૂકવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે, જેથી દીપડાને પકડી શકાય. દીપડાની હાજરીને પગલે ગ્રામ્ય વિસ્તારમાં સાવચેતી રાખવી જરૂરી બની છે. અગાઉ રાજુલા અને વડિયા પંથકમાં સિંહના હુમલાની ઘટનાઓ બની હતી અમરેલી જિલ્લામાં અગાઉ પણ વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. રાજુલાના બારપટોળી ગામ નજીક સિંહે એક વનકર્મચારી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક સિંહે વનકર્મચારી સહિત પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. હવે મોટા કણકોટ ગામે દીપડાના હુમલાની ઘટના બનતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે. વન્યપ્રાણીઓના વધતા હુમલાઓને પગલે લોકોમાં ચિંતા વધી રહી છે. બીજી તરફ, વનવિભાગ દ્વારા દીપડાને શોધી પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર વોર્ડ-4માં નવરાત્રી પહેલા રસ્તાનું સમારકામ પૂર્ણ:ગરબીના આયોજકો અને ખેલૈયાઓને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી કરાઈ
    Next Article
    જાહ્નવી કપૂર પહેલાં નોરતે નૈના દેવી મંદિરે પહોંચી:ઉપવાસ રાખીને હોટલથી પગપાળા માતાજીના દર્શન કરવા ગઈ; રિયા ચક્રવર્તી સાથે નૈનીતાલમાં કરી રહી છે શૂટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment