Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની બુસા સોસાયટીમાં શેરી ગરબાની અનોખી રંગત:ભક્તિ સાથે એકતાનો સંદેશ, વિવિધ રાજ્યોના લોકો એકસાથે ગરબે ઘૂમ્યા

    1 day ago

    ભરૂચના નંદેલાવની બુસા સોસાયટીમાં નવરાત્રીમાં પરંપરાગત શેરી ગરબાની રમઝટ જોવા મળે છે. મોંઘા કોમર્શિયલ ગરબાના બદલે ઘરઆંગણે પરિવાર સાથે માતાજીની પૂજા કરવાનો શેરી ગરબાનો ટ્રેન્ડ લોકોને પસંદ છે. બુસા ઉત્સવ મંડળ દ્વારા વર્ષોથી યોજાતા આ ગરબામાં ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાનો સારો સમન્વય છે. ‘આપણી દીકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથે’ની ભાવના સાથે આ આયોજનમાં સોસાયટીની મહિલાઓ, યુવતીઓ અને ખેલૈયાઓ ઉત્સાહથી ગરબે ઘૂમે છે. કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા પરિવારો ભેદભાવ ભૂલી એક જ આંગણે માતાજીની પૂજા કરી એકતાનો સંદેશ આપે છે. બુસા ઉત્સવ મંડળ ખેલૈયાઓને પ્રોત્સાહન આપે છે. ગરબા જોતા સારા પ્રેક્ષકોને પણ દરરોજ ઇનામ અપાય છે. માતાજીની પૂજામાં ખાસ ભાગ લેનારી મહિલાઓને નવરાત્રીના છેલ્લા દિવસે ‘ક્વીન ઓફ ગરબા’ના સન્માનથી સન્માનિત કરાય છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રિના પ્રથમ દિવસે ગરબાની રમઝટ, આંબાવાડીમાં ભક્તિમય માહોલમાં માતાજીની આરતી અને નાસ્તાનું આયોજન
    Next Article
    એક્સ-બોયફ્રેન્ડની અન્ય યુવતી સાથે સગાઈ થતા યુવતીનું કારસ્તાન:મંગેતર અને તેની માતાના AIથી અશ્લીલ ફોટો બનાવી વાયરલ કર્યાં, આરોપી ભૂમિકાને પોલીસે દબોચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment