Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્સ-બોયફ્રેન્ડની અન્ય યુવતી સાથે સગાઈ થતા યુવતીનું કારસ્તાન:મંગેતર અને તેની માતાના AIથી અશ્લીલ ફોટો બનાવી વાયરલ કર્યાં, આરોપી ભૂમિકાને પોલીસે દબોચી

    1 day ago

    સુરતમાં એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીનું સગપણ અન્ય યુવતી સાથે નક્કી થવાની ઈર્ષ્યા અને અદાવતમાં આવીને ગંભીર ગુનો આચર્યો હતો. આરોપી મહિલા ભૂમિકા ધર્મેશભાઈ ધુલિયા અગાઉ જે યુવક સાથે પ્રેમસંબંધમાં હતી, તે જ યુવકની સગાઈ અન્ય યુવતી સાથે થઈ જતાં તે માનસિક રીતે સ્વીકારી શકી ન હતી. પોતાના તૂટેલા પ્રેમનો બદલો લેવા, આ નવું સગપણ તોડાવવા અને ફરિયાદી યુવતી તેમજ તેના પરિવારને સમાજમાં બદનામ કરવાના ઈરાદે તેણે પૂર્વ પ્રેમીની મંગેતર અને તેની માતાના AIથી બનાવેલા અશ્લીલ ફોટા વાયરલ કર્યાં હતા. પૂર્વ પ્રેમી પ્રત્યેનો આક્રોશ અને અદેખાઈ જ આ આખા ગુનાનું મુખ્ય કારણ બન્યા હતા. ફેક આઈડી બનાવી AI થી તૈયાર કર્યા બિભત્સ ફોટો-વીડિયો બદલો લેવાની આ અંધ ઘેલછામાં ભૂમિકાએ AIનો દુરુપયોગ કર્યો હતો. તેણે ફરિયાદી યુવતી અને તેની માતાના સામાન્ય ફોટો મેળવીને AI ટૂલ્સ દ્વારા તેમના આપત્તિજનક ન્યૂડ ફોટા અને વીડિયો જનરેટ કર્યા હતા. ત્યારબાદ આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ નકલી આઈડી ઊભા કર્યા હતા. પોતાની ઓળખ છુપાવીને આ ફેક પ્રોફાઇલ્સ પરથી તેણે બંને પીડિતાના અશ્લીલ ફોટો અને વીડિયો અપલોડ કરી વાયરલ કરવાનું શરૂ કર્યું, જેથી સંબંધમાં તિરાડ પડે અને પરિવારની સામાજિક પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય. પીડિત પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સોશિયલ મીડિયા પર પોતાની અને માતાની અશ્લીલ સામગ્રી ફરતી થતાં ફરિયાદી યુવતી અને તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બદનામી અને માનસિક ત્રાસનો સામનો કરી રહેલી યુવતીએ હિંમત દાખવીને સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવી ગુનો દાખલ કરાવ્યો હતો. ડિંડોલી પોલીસે મામલાની ગંભીરતા પારખીને તાત્કાલિક સાયબર એક્સપર્ટ્સની મદદથી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ ટીમે ઈન્સ્ટાગ્રામ ફેક હેન્ડલ્સ, સર્વર લોગ્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરીને આ એકાઉન્ટ્સ ચલાવનાર સુધી પહોંચવાની કડીઓ મેળવી લીધી હતી. પાલ વિસ્તારમાંથી આરોપી ભૂમિકાની ધરપકડ ટેકનિકલ તપાસના આધારે ડિંડોલી પોલીસે સુરતના પાલ વિસ્તારમાં ગુજરાત વોટર પાર્ક રોડ પર રહેતી આરોપી મહિલા ભૂમિકા ધર્મેશભાઈ ધુલિયાને તેના ઘરેથી ઝડપી પાડી હતી. પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ સહિતના ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને પુરાવા એકત્ર કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ભૂમિકાએ કબૂલ્યું હતું કે મંગેતર સાથેના પૂર્વ પ્રેમસંબંધ અને અદાવતના કારણે જ તેણે આ કૃત્ય કર્યું હતું. પોલીસે જણાવ્યું છે કે સાયબર સ્પેસમાં ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા કોઈની ગરિમા હણનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની બુસા સોસાયટીમાં શેરી ગરબાની અનોખી રંગત:ભક્તિ સાથે એકતાનો સંદેશ, વિવિધ રાજ્યોના લોકો એકસાથે ગરબે ઘૂમ્યા
    Next Article
    આજે બીજું નોરતું:કઠોર તપના કારણે માતા પાર્વતીને મળ્યું બ્રહ્મચારિણી નામ; જાણો કથા અને પૂજા-વિધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment