Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે કેમ્પ:મેડિકલ તપાસ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન માટે રેડ ક્રોસ, સંકલ્પ ફાઉન્ડેશન અને ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આયોજન

    20 hours ago

    ગીર સોમનાથના વેરાવળમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન અને અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલે થેલેસેમિયા પીડિત બાળકો માટે મેડિકલ તપાસ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન કેમ્પ યોજ્યો. કેમ્પમાં બાળકોના લોહી અને કેન્સરના નિષ્ણાત ડો. વૈભવ શાહે તપાસ કરી. સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન થેલેસેમિયા પીડિત બાળકો માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચલાવે છે. ગત ૫ જુલાઈના રોજ 9 મેજર થેલેસેમિયા બાળકો અને તેમના સંબંધીઓના 50 નમૂના HLA ટાઈપિંગ ટેસ્ટ માટે લેવાયા. 9 થી 10 બાળકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ 'ફુલ મેચ' થયા છે. OPD દરમિયાન દરેક બાળકની તપાસ કરાઈ અને વાલીઓને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વિશે માહિતી અપાઈ. વધુ સારવાર માટે તેમને અમદાવાદ બોલાવાશે. સંસ્થા બાળકોને થેલેસેમિયા મુક્ત કરવા પ્રયાસ કરશે. આ કાર્યક્રમમાં રેડ ક્રોસ ચેરમેન અતુલ કાનાબાર, કિરીટ ઉનડકટ, કમલેશ ફોફંડી, પરાગ ઉનડકટ, અનિસ રાચ્છ, ગિરીશ ઠક્કર, મુકેશ ચગ, વિરલ બજાણિયા અને રાધાકૃષ્ણ પમનાણી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભંડારિયા બહુચરાજી મંદિરે ડીજેના ઘોંઘાટ વગર પ્રાચીન પરંપરાથી નવરાત્રિ:ભૂંગળના સૂરો, છડી પોકારી અને ચામર ઢાળીને યોજાતી સાયં આરતી માઈભક્તો માટે અલૌકિક આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    સુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો:ગરદન, માથા અને ખભા સહિતના ભાગે ઈજા, બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment