Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંડારિયા બહુચરાજી મંદિરે ડીજેના ઘોંઘાટ વગર પ્રાચીન પરંપરાથી નવરાત્રિ:ભૂંગળના સૂરો, છડી પોકારી અને ચામર ઢાળીને યોજાતી સાયં આરતી માઈભક્તો માટે અલૌકિક આકર્ષણનું કેન્દ્ર

    20 hours ago

    ગોહિલવાડના અતિ પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભંડારિયા સ્થિત બહુચરાજી મંદિર ખાતે આસો નવરાત્રી મહોત્સવનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થયો છે. વર્તમાન સમયમાં ડીજે, ડિસ્કો કે દાંડિયાના આક્રમણ વચ્ચે પણ આ શક્તિપીઠે પોતાની પવિત્રતા, મર્યાદા અને પ્રાચીન પરંપરાને અક્ષુણ્ણ રાખી છે. રાસ-ગરબા અને ભવાઈનું આયોજન પ્રથમ નોરતે સવારે નિજ મંદિરેથી વાજતે-ગાજતે તથા ભૂંગળના સુમધુર સૂર વચ્ચે છડી પોકારીને માતાજીની આંગી-ગરબી માણેકચોકમાં પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે માઈભક્તોના 'જય અંબે'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રિ દરમિયાન માણેકચોકના 'શક્તિ થિયેટર' ખાતે ખાસ શણગારેલા મંડપમાં પરંપરાગત રાસ-ગરબા, ભવાઈ તેમજ પ્રાચીન-ઐતિહાસિક નાટકોની રજૂઆત સાથે 'નવ જાગ' યોજાશે. રોશનીનો ઝગમગાટ અને દરરોજ યોજાતી અલૌકિક સાયં આરતી નવરાત્રિ પર્વને પગલે ગામની મુખ્ય બજાર અને ચોક વિસ્તારમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ સ્વયંસેવકો દર્શનાર્થીઓની સેવામાં જોડાવા પામ્યા છે. મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે 7:50 કલાકે નિજ મંદિરે ભૂંગળના સૂરો, ચામર ઢાળી, છડી પોકારી અને દીપમાળ પ્રગટાવીને ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. પશુપાલન અને દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા પ્રસાદ તથા દર્શનનો લાભ લેવા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં જુગાર રમતી ચાર મહિલા સહિત 6 વ્યક્તિ ઝડપાયા:બોરતળાવ પોલીસે જુગારીઓને પકડી ₹23,600ની રોકડ જપ્ત કરી
    Next Article
    ગીર સોમનાથમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે કેમ્પ:મેડિકલ તપાસ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન માટે રેડ ક્રોસ, સંકલ્પ ફાઉન્ડેશન અને ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment