Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં જુગાર રમતી ચાર મહિલા સહિત 6 વ્યક્તિ ઝડપાયા:બોરતળાવ પોલીસે જુગારીઓને પકડી ₹23,600ની રોકડ જપ્ત કરી

    19 hours ago

    ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમી રહેલા છ લોકોને બોરતળાવ પોલીસે દરોડો પાડીને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તેમજ રોકડા રૂ.23,600 કબજે કરી ચાર મહિલાઓ અને બે પુરુષો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુંભારવાડાના બાથાભાઈ ચોકમાં દરોડો પાડ્યો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બાથાભાઈ ચોક પાસે આવેલી એક દુકાન નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડતાં ગોળ કુંડાળું વળીને પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતી ચાર મહિલાઓ સહિત છ શખ્સો પકડાઈ ગયા હતા. 6 જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ પોલીસે સ્થળ પરથી ગોપાલ ભરતભાઈ બારૈયા, રામદેવ ઉર્ફે અપ્પુ મનસુખભાઈ મેર અને ચાર મહિલા (તમામ રહે. કુંભારવાડા, ભાવનગર)ને ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસે રોકડ રકમ તથા ગંજીપત્તાનું સાહિત્ય જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CJIએ કહ્યું- સુપ્રીમ કોર્ટના દરવાજા સૌ માટે ખુલ્લા:વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું; વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ
    Next Article
    ભંડારિયા બહુચરાજી મંદિરે ડીજેના ઘોંઘાટ વગર પ્રાચીન પરંપરાથી નવરાત્રિ:ભૂંગળના સૂરો, છડી પોકારી અને ચામર ઢાળીને યોજાતી સાયં આરતી માઈભક્તો માટે અલૌકિક આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment