Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJIએ કહ્યું- સુપ્રીમ કોર્ટના દરવાજા સૌ માટે ખુલ્લા:વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું; વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ

    23 hours ago

    વોટ ચોરીના આરોપોને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકમાં સામેલ અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. કોંગ્રેસે આ પ્રદર્શનને ‘ચલો દિલ્હી માર્ચ ફોર ડેમોક્રસી’ નામ આપ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનૉટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકત્રિત થશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે CJI સૂર્યકાંત સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો, જેથી તેમને આવેદનપત્ર સોંપી શકે. જોકે, CJIએ મળવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે આવા મામલાઓ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. CJI સાથે મુલાકાતની માંગ ફગાવવામાં આવ્યા બાદ કોંગ્રેસે કહ્યું- અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે માર્ચ કરીશું. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યો છે. સાથે જ, 10 ઑક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવા અને તેમની સાથે મારપીટ કરવાનો વિરોધ પણ કરી રહ્યો છે. વિપક્ષના પ્રદર્શનને લઈને જનપથ, મંડી હાઉસ સહિત દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ છે.
    Click here to Read More
    Previous Article
    તારા-તારિણી પોષણ શક્તિનું સ્વરૂપ:બાળકોના પ્રથમ વાળ અર્પણ કરવાની પરંપરા, 16 દિવસ ચાલે છે દુર્ગા-પૂજા; મંદિરથી પ્રેરિત INSV તારિણી નૌકામાં રચાયો ઇતિહાસ
    Next Article
    કુંભારવાડામાં જુગાર રમતી ચાર મહિલા સહિત 6 વ્યક્તિ ઝડપાયા:બોરતળાવ પોલીસે જુગારીઓને પકડી ₹23,600ની રોકડ જપ્ત કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment