Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુરૂવારથી ફરી વરસાદ ભુક્કા બોલાવશે, દરિયામાં ખતરનાક સિસ્ટમ બની, પેપર લીક વિરુદ્ધ નવું બિલ આજે, ત્રીજી REELથી મોદીની મોટી જાહેરાત

    1 day ago

    નમસ્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના મુદ્દા પર મોટો નિર્ણય લીધો. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રાહુલ ગાંધીએ અમિત શાહને લખેલા પત્રમાં શું સવાલો પૂછ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદના ચોમાસું સત્રનો છઠ્ઠો દિવસ, પેપર લીક પર બિલ રજૂ થશે. 2. જંતર-મંતર પર પોલીસનાં લાઠીચાર્જનાં આરોપોવાળી 2 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. પેપર લીક વિરુદ્ધ આજે નવું બિલ આવશે: તપાસ માટે 2 મહિના મળશે; 10 વર્ષની જેલ અને ₹5-10 કરોડ સુધીના દંડની જોગવાઈ કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 માં સુધારો કરવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીના આશ્વાસન બાદ સરકાર સોમવારે લોકસભામાં નવું બિલ રજૂ કરી શકે છે. તેમાં સજા અને દંડની જોગવાઈઓને વધુ કડક કરવામાં આવી છે. પેપર લીક સાથે સંકળાયેલા સંગઠિત અપરાધો માટે ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની જેલની જોગવાઈ છે. તેમાં 10 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ લગાવી શકાય છે. કર્મચારી અને તાલીમ વિભાગના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સોમવારે આ બિલ લોકસભામાં રજૂ કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'પેપરલીક રોકવા માટે કાલે કડક કાયદો લાવીશું':4 દિવસમાં PMની ત્રીજી REEL; પરીક્ષા સુધારાઓ પર મોટી જાહેરાત, નંદન નિલેકણીના નેતૃત્વમાં બનશે હાઈ પાવર ટાસ્ક ફોર્સ PM મોદીએ રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. મોદીએ કહ્યું- મિત્રો, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા, તેઓ જેલોમાં સડી રહ્યા છે. અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દીધી છે. અમે કાલે સંસદમાં કઠોર સજા સાથે જોગવાઈઓ લાવી રહ્યા છીએ. પરંતુ આપણે ભવિષ્ય વિશે પણ વિચારવું પડશે. આપણી પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય બને, તેમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય. નંદન નિલેકણીજીના નેતૃત્વમાં એક હાઈપાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરીક્ષા સુધારણા તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો પહેલો ગોલ્ડ અપાવ્યો:વેટલિફ્ટિંગમાં 190 KG વજન ઊંચક્યું; ઋષિકાંતે મેન્સમાં સિલ્વર જીત્યો મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમણે વિમેન્સ 48 kg વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 190 kg (85 kg સ્નેચ + 105 kg ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવતા ગોલ્ડ પોતાના નામે કર્યો. ભારત પાસે હવે 3 મેડલ (1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) છે. આ પહેલા રવિવારે ઋષિકાંત સિંહે મેન્સ 60 kgમાં 264 kg (121+143) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે, શુક્રવારે ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ અપાવીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ભારત હવે મેડલ ટેલીમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 12 ગોલ્ડ સહિત 24 મેડલ સાથે ટોપ પર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ‘લાઠીચાર્જ-પેલેટ ગનની મંજૂરી કોણે આપી?’:વિદ્યાર્થીની માગ પૂરી હવે વિપેક્ષી નેતા રાહુલ લડી લેવાના મૂડમાં, ગૃહમંત્રીને પત્ર લખી સવાલો કર્યા રાહુલ ગાંધીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જણાવ્યું કે 20 જુલાઈના રોજ થયેલા CJPના સંસદ માર્ચ દરમિયાન પોલીસે જાણી જોઈને લોકોને નિશાન બનાવ્યા અને પેલેટ ગનથી હુમલો કર્યો. જેના કારણે 19 વર્ષના સાહિલ લોચબની આંખોની રોશની જતી રહી. તેમણે ગૃહમંત્રી અમિત શાહને પૂછ્યું કે શું તેમણે 20 જુલાઈના રોજ આ આદેશ આપ્યો હતો અને સાદા કપડામાં લોકોને મારનારા પોલીસકર્મીઓ હતા કે સ્વયંસેવકો. દિલ્હીના જંતર-મંતર પર ક્રાંતિકારી જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. શનિવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. અભિજીત દીપકે બોલ્યા- CJPની આગામી રણનીતિ ટૂંક સમયમાં જણાવશે:ગઈકાલે જ આંદોલન સમાપ્ત થયું, થોડો સમય આપો; પ્રદર્શનકારીઓ સામે કેસ હટાવવા પર વાતચીત ચાલુ છે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે કહ્યું- "આગળની રણનીતિની જાહેરાત ટૂંક સમયમાં કરીશું. પેપર લીક વિરુદ્ધનું આંદોલન ગઈકાલે જ સમાપ્ત થયું છે. કૃપા કરીને અમને થોડો સમય આપો." ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પંજાબમાં પેપર લીકને લઈને તેમની રણનીતિ શું હશે, ત્યારે દીપકે જવાબ આપ્યો કે તેના પર પણ વાત કરીશું. અમે હજુ તેના માટે આયોજન કરી રહ્યા છીએ. સરકાર સાથેની વાતચીત પર તેમણે કહ્યું કે જે કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેના વિશે વાતચીત ચાલી રહી છે. કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ કેસ નોંધાવો ન જોઈએ. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં 20 જૂનથી જંતર-મંતર પર 36 દિવસ સુધી ચાલેલું આંદોલન 25 જુલાઈએ શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે સમાપ્ત થયું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે 50 કલાક બાદ શરૂ:નવી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી ફરી વરસાદ ભુક્કા બોલાવશે, કપરાડામાં 3.5 ઈંચ વરસાદ; 27મીએ યલો એલર્ટ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યા બાદ આજથી જોર ઘટ્યું છે. આજે 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા 27 જુલાઈના રોજ વાવ-થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં જોરદાર વરસાદના રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે જેના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો ગુસ્સો ફૂટ્યો:બોપલની મુલાકાત સમયે હોબાળો, હિતેષ બારોટે કહ્યું- 'આ કોંગ્રેસનો ઉમેદવાર હતો, ખાલી નાટક કરે છે' અમદાવાદ શહેરમાં 23મીએ પડેલા ભારે વરસાદના કારણે બોપલ, ઘુમા અને શેલા વિસ્તારની હાલત કફોડી બની હતી. ત્રણ દિવસ વિત્યા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. તેની વચ્ચે આજે મેયર હિતેષ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક લોકો અને કોંગ્રેસ નેતાઓએ ઘેરાવ કરી પ્રશ્નોને મારો ચલાવ્યો હતો. મેયરે કહ્યું હતું કે, જે ઉગ્ર થયો હતો તે કોંગ્રેસનો કાર્યકર હતો, અહીંના લોકોને કોઈ તકલીફ નથી. મહાનગરપાલિકા પાણી કાઢવાની કામગીરી હાથ ધરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ગામના વિસ્તારોની સ્થિતિ એ હતી કે બોટમાં સવાર થઈને જવું પડે. ભાસ્કર રિપોર્ટરે પણ 25 તારીખે બોટમાં બેસી આ વિસ્તારમાં લોકોની સ્થિતિ જાણી હતી. જેમાં લોકો પોતાની આપવીતી જણાવતી રડી પડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર PoK પર જ!:લદ્દાખમાં કારગિલ મેમોરિયલથી રક્ષા મંત્રીની ચીમકી, સેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા તૈયાર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કર દરિયાઈ માઈન સાથે અથડાયું:જહાજમાં આગ લાગી, યુદ્ધ શરૂ થયા પછી આવો પહેલો અકસ્માત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : BJPમાં ઘરઆંગણે બળવો?:બે નેતાઓની દીકરીઓના વિદ્યાર્થી આંદોલનમાં નામ જોડાયા, એકે PM વિરોધી નારા લગાવ્યા, તો એકે ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ પોસ્ટ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : સિદ્ધારમૈયાની જાહેરાત- 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડું:કહ્યું- રાજકારણ ભ્રષ્ટ થઈ ગયું છે; બે મહિના પહેલાં CM પદ છોડ્યું હતું, શિવકુમાર નવા મુખ્યમંત્રી બન્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઓગસ્ટમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય:5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતે ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવ્યું:3-0થી T20 સિરીઝ જીતીને વ્હાઇટવોશ કર્યો, વૈભવ સૂર્યવંશીએ 81 રન બનાવ્યા; મયંક યાદવને 3 વિકેટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન, કન્યા અને ધન રાશિના જાતકો માટે 'ગોલ્ડન વીક', કુંભ-મીન રાશિએ રાખવી પડશે સાવધાની વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રેતીમાંથી ડીશવોશ પાવડર બનાવ્યો એક યુવકે રણની રેતીમાંથી વાસણ ધોવાનો ડીશવોશ પાવડર તૈયાર કર્યો છે. તેણે આ પ્રોડક્ટ રેતી અને કુદરતી વસ્તુઓ ભેળવીને બનાવી છે, જેનાથી વાસણના ડાઘ નીકળી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : સરકાર DCP નકુમને કેમ સસ્પેન્ડ કરતી નથી: જાહેરમાં 25 દંડા, 4 લાફા ફટકાર્યા ને 3 વાર વાળ ખેંચ્યા; શું હાઈકોર્ટની એક્શનની રાહ જોવાય છે 2. ખાખી કવર : સિંધિયા રાજ ઘરાનાનો 4 દાયકાનો 40 હજાર કરોડનો સંપત્તિ વિવાદ: મા, દીકરા, પૌત્ર, ફોઈઓનો પેલેસ, 600 કિલો સોનું, 300 કિલો ચાંદી, જંગી ખજાનાનો જંગ 3. સન્ડે બિગ સ્ટોરી : જે કફન બીજા માટે લાવ્યા એ તેની લાશ પર ઓઢાડાયું: લોહી આપવા જનારાનું લોહી વહ્યું, આતંકવાદીઓની મંશાથી અજાણ એક જ રાશિવાળા 3 મિત્રોના મોતનો સંયોગ 4. ભાસ્કર એક્સક્લૂસિવ : 72 કલાકમાં લખાઈ પ્રધાનના રાજીનામાંની સ્ક્રિપ્ટ: સિક્રેટ મીટિંગ, RSSની સલાહ, 3 દિવસમાં કેવી રીતે પલટાઈ બાજી 5. સ્પાય ફાઈલ્સ : પ્રેમિકાને કમાન્ડરે કહ્યું-પાછો આવીશ, રાહ જોજે, પણ લાશ પાછી આવી: 'માનવ માંસ' ખાનારા રાષ્ટ્રપતિના દેશમાં ઘૂસીને 102 લોકોને ઉઠાવી લાવ્યા ઇઝરાયલી, પાર્ટ-2 6. ભાસ્કર એક્સપ્લેનર : 'કોકરોચો'એ ભાજપ સરકાર પર 5 મોટા ડેન્ટ માર્યા: 'આ સરકાર ઝૂકતી નથી'નું કથાનક તૂટ્યું; શું પ્રધાનના રાજીનામા પછી ડેમેજ કંટ્રોલ થશે 7. ‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પહેલું પગથિયું’: CJPના પ્રવક્તા બોલ્યા- રાજીનામા પછી રોકાઈશું નહીં, પોલીસકર્મીઓનો પણ હિસાબ થશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ સોમવારનું રાશિફળ:વૃષભ, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે ભાગ્યોદય, મીન રાશિના અટકેલા કાર્યો પૂરા થશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    'સંસદ માર્ચ'માં પોલીસે ક્રૂરતા કેમ કરી:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; CJI સૂર્યકાંત કેસ સાંભળશે, તેમની ટિપ્પણીથી જ કોકરોચ જનતા પાર્ટી બની
    Next Article
    Saanvie Tallwar Reveals Why She Never Filed A Case Against Karan Kundrra

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment