Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડાના ઉંબરી ગામે બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો:ગરદન, માથા અને ખભા સહિતના ભાગે ઈજા, બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયું

    21 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કરતાં શ્રમિક પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. પરિવાર સાથે કામચલાઉ ઝૂંપડામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જોકે, પરિવારજનોએ હિંમતપૂર્વક પ્રતિકાર કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. હુમલામાં બાળકને ગરદન, માથા અને ખભા સહિતના ભાગે ઈજાઓ થઈ હતી. બાળકને પ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે ત્રણ પાંજરાં ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે. મધરાતે પરિવારની વચ્ચે સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સાદા ગામના વતની રાજુભાઈ સોલંકીનો પરિવાર રોજગારી અર્થે સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામની સીમ વિસ્તારમાં રહેતો હતો. પરિવારના સભ્યો ત્યાં કામચલાઉ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હતા. દરમિયાન, 12 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 1:30 વાગ્યે પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો. દીપડાએ પરિવારની વચ્ચે સૂતેલા બે વર્ષના બાળક રાજ રાજુભાઈ સોલંકી પર હુમલો કર્યો હતો અને તેને ઉઠાવીને લઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોએ પ્રતિકાર કરતાં દીપડો બાળકને છોડીને ભાગ્યો બાળકને દીપડો ઉઠાવી જતાં પરિવારજનોએ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો હતો. પરિવારજનોના સામનો કરતાં દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. જોકે, દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની ગરદન, માથા અને ખભાના ભાગે વન્યપ્રાણીના દાંતનાં નિશાન હતાં, જ્યારે ગાલ અને છાતીના ભાગે નહોરનાં નિશાન જોવા મળ્યાં હતાં. પરિવારજનોએ તાત્કાલિક બાળકને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. 108 મારફતે વેરાવળથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બાળકની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો માટે મધરાતે બનેલી આ ઘટના ભારે આઘાતજનક બની હતી. દીપડાને પકડવા વન વિભાગે ત્રણ પાંજરાં ગોઠવ્યાં બનાવની જાણ થતાં સુત્રાપાડા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. પ્રાચી બીટ, સુત્રાપાડા રાઉન્ડ અને વેરાવળ રેન્જ હેઠળ આવતા આ વિસ્તારમાં દીપડાની અવરજવર પર નજર રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. દીપડાને પકડવાના પ્રયાસરૂપે ઘટનાસ્થળની આસપાસ ત્રણ પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. સીમ વિસ્તારમાં વસતા શ્રમિક પરિવારોની સુરક્ષાનો પ્રશ્ન ઉંબરી ગામની સીમ વિસ્તારમાં મધરાતે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કામચલાઉ ઝૂંપડાંમાં રહેતા પરિવારોને વન્યપ્રાણીઓના હુમલાનું જોખમ રહેતું હોવાથી સાવચેતી રાખવી જરૂરી બની છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવી દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે દીપડાને પકડવા અને વિસ્તારમાં વસતા લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા આગળ કેવાં પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે કેમ્પ:મેડિકલ તપાસ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન માટે રેડ ક્રોસ, સંકલ્પ ફાઉન્ડેશન અને ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આયોજન
    Next Article
    "Supreme Court Doors Open": Chief Justice On Saying No To INDIA Bloc Meeting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment