Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં નવરાત્રિનો પ્રારંભ, મંત્રી કૌશિક વેકરિયા ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ભક્તિ અને ગરબાનો રંગ જામ્યો, સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યા

    8 hours ago

    અમરેલી શહેર અને જિલ્લામાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ થઈ છે. પ્રથમ નોરતે રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરીયાએ માતાજીની આરતી ઉતારી દર્શન કર્યા હતા. અમરેલીની બ્રાહ્મણ સોસાયટીના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન થયું હતું. અહીં ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા કાર્યકરો સાથે ગરબે ઘૂમ્યા હતા. પ્રથમ નોરતે અમરેલી શહેર ભક્તિ, આસ્થા અને ગરબાના રંગે રંગાયું હતું. વિવિધ સ્થળોએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ જામી હતી અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલી સહિત લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને બગસરા જેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ ગરબા રમાયા હતા. નવરાત્રીના આયોજન વિસ્તારોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સિનિયર અધિકારીઓની દેખરેખ હેઠળ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના આંદોલન પર ભાજપ મહામંત્રી રત્નાકરજીનું નિવેદન:માંડવીમાં નવરાત્રિ કાર્યક્રમમાં કહ્યું- રાજનીતિ છે તો ચાલશે, આ કોઈ મોટી વાત નથી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વિવેકાનંદ એરાઇસમાં નવરાત્રિના પહેલા દિવસે ગરબાની રમઝટ જામી, જોધપુર સેટેલાઇટમાં બીજા વર્ષે પણ સોસાયટીના સભ્યોએ શેરી ગરબાનો આનંદ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment