Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના આંદોલન પર ભાજપ મહામંત્રી રત્નાકરજીનું નિવેદન:માંડવીમાં નવરાત્રિ કાર્યક્રમમાં કહ્યું- રાજનીતિ છે તો ચાલશે, આ કોઈ મોટી વાત નથી

    8 hours ago

    સુરત જિલ્લાના માંડવીમાં સનાતન હિન્દુ શક્તિ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું છે. નવરાત્રિના પહેલા દિવસે ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરજી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. રત્નાકરજીએ સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીમાં યોજાનારા કોંગ્રેસના આંદોલન પર પણ પ્રતિક્રિયા આપી હતી. રત્નાકરજીએ કહ્યું કે, રાજનીતિ છે તો રાજનીતિ ચાલશે. રાજનીતિમાં કોઈ આંદોલન કરે કે કોઈ સમર્થન કરે, આ કોઈ મોટી વાત નથી. તેમણે વધુમાં કહ્યું કે, સમાજ આનંદમાં રહે અને ખુશીમાં રહે તેવી મારી શુભેચ્છા છે.
    Click here to Read More
    Previous Article
    MLA જીગ્નેશ મેવાણી સહિતના ટોળા સામે FIR:પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને રાઇટર રૂમમાં હોબાળો મચાવવા અને ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ
    Next Article
    અમરેલીમાં નવરાત્રિનો પ્રારંભ, મંત્રી કૌશિક વેકરિયા ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ભક્તિ અને ગરબાનો રંગ જામ્યો, સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment