Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA જીગ્નેશ મેવાણી સહિતના ટોળા સામે FIR:પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને રાઇટર રૂમમાં હોબાળો મચાવવા અને ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ

    7 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના માત્ર બે દિવસ પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવવા અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર સુર્યસિંહ ડાભી સહિતના સમર્થકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં હોબાળો મચાવી પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પ્રચાર દરમિયાન થયેલી તકરાર મુદ્દે પૂછપરછ ચાલુ હતી પોલીસ ફરિયાદ મુજબ, મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી બોલાચાલી અને ધમકી અંગેની અરજીના અનુસંધાને પોલીસે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ અર્થે બોલાવ્યા હતા. પીઆઈ દ્વારા પૂછપરછની કામગીરી ચાલુ હતી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આશરે 20 લોકોના ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યા હતા અને કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી અને સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો જીગ્નેશ મેવાણી અને સૂર્યસિંહ ડાભી સહિતના લોકોએ પોલીસ સ્ટેશન બહાર બેસીને ઠાકોર સમાજને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરીને વીડિયો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ પણ કરવામાં આવ્યા હતા. જાહેરનામા ભંગ બદલ પોલીસે કડક રૂખ અપનાવ્યો મનપા ચૂંટણી ટાણે જાહેરનામાનો ભંગ કરી પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસ બદલ પોલીસે જીગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી, અજયસિંહ ડાભી, અનોપસિંહ ડાભી, પ્રવીણસિંહ ડાભી, વિપુલસિંહ ડાભી અને મુલચંદભાઇ સહિત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    The climate trouble on India’s roads
    Next Article
    કોંગ્રેસના આંદોલન પર ભાજપ મહામંત્રી રત્નાકરજીનું નિવેદન:માંડવીમાં નવરાત્રિ કાર્યક્રમમાં કહ્યું- રાજનીતિ છે તો ચાલશે, આ કોઈ મોટી વાત નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment