Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વિવેકાનંદ એરાઇસમાં નવરાત્રિના પહેલા દિવસે ગરબાની રમઝટ જામી, જોધપુર સેટેલાઇટમાં બીજા વર્ષે પણ સોસાયટીના સભ્યોએ શેરી ગરબાનો આનંદ લીધો

    9 hours ago

    આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી આજથી રમઝટ બોલાવતી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરના મોટા-મોટા પાર્ટી પ્લોટ હોય કે ગામડાં-શહેરોની નાની-મોટી શેરીઓ, દરેક જગ્યાએ અનોખો રોશનીનો ઝગમગાટ અને અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. ચણિયાચોળી અને કેડિયાના રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. સાંજ પડતાં જ "અંબે માત કી જય" ના નાદ સાથે માડીની આરતી કરીને ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.જેમાં ઢોલકના તાલે, શહનાઈના સુરે અને પ્રાચીન-અર્વાચીન ગરબાના તાલ પર પગ આપોઆપ થનગનવા લાગે છે. દોઢ તાળી, ત્રણ તાળી અને હીંચ લેતાં ખેલૈયાઓની ઊર્જા જોઈને આખી રાત પણ ટૂંકી પડે છે. આ માત્ર નવ રાતનો તહેવાર નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને સંવાદિતાનું એવું મિલન છે જે દરેક ગુજરાતીના દિલને ઉમંગથી ભરી દે છે, ત્યારેસેટેલાઇટ વિસ્તારમાં આવેલા જોધપુર ચાર રસ્તા પાસે વિવેકાનંદ એરાઇસ ફ્લેટમાં નવરાત્રિના પહેલા દિવસે ગરબાની રમઝટ જામી હતી. આ નવી સોસાયટીમાં બીજા વર્ષે પણ નવરાત્રિની ઉજવણીનું આયોજન કરાયું હતું. સોસાયટીના સભ્યોએ ભેગા મળી મા અંબાની સ્થાપના અને આરાધના કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે સિસ્ટમના તાલે સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી હતી. સોસાયટીના રહેવાસીઓએ આ પ્રસંગે ઉત્સાહભેર ભાગ લીધો અને આનંદની લાગણી અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં નવરાત્રિનો પ્રારંભ, મંત્રી કૌશિક વેકરિયા ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ભક્તિ અને ગરબાનો રંગ જામ્યો, સાંસદ ભરત સુતરીયા પણ હાજર રહ્યા
    Next Article
    Apple Festive Offers in India: Special Edition AirPods 5 With Rangoli Engraving, Offers on Select Products and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment