Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસની શી-ટીમ ચણિયાચોળીમાં કરશે પેટ્રોલિંગ:રોમિયોગીરી કરનારા સામે કડક કાર્યવાહી, સીસીટીવી અને બોડી-વોર્ન કેમેરાથી લેવાશે મદદ

    19 hours ago

    નવરાત્રીના પાવન પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર પોલીસે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. મહિલાઓ નિર્ભય બનીને ગરબા કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે હેતુથી પોલીસની શી-ટીમ (SHE Team)ને સજ્જ કરાઈ છે. શી-ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન ચણિયાચોળી સહિતના વેશમાં તેમજ સાદા કપડામાં ગરબા સ્થળોએ હાજર રહેશે. તેઓ લોકોની વચ્ચે રહીને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખશે. રોમિયોગીરી, મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. સુરક્ષા માટે ગરબા સ્થળોએ સીસીટીવી, બોડી-વોર્ન કેમેરા અને વોકીટોકી જેવા આધુનિક સાધનોનો પણ ઉપયોગ થશે. પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે કોઈપણ છેડતી કે હેરાનગતિનો સામનો કરવો પડે તો તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન અથવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    'સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ PI અને શી-ટીમનું ચેકિંગ:ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલા PI નિધિ કલસરિયા ગરબે ઘૂમ્યાં, સુરક્ષાની ચકાસણી કરી; યુવકનો મોબાઇલ ચકાસ્યો
    Next Article
    બીલીમોરામાં હિન્દુ લાયન્સ સંગઠન નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ:પ્રથમ નવરાત્રિએ ખેલૈયાઓ અને યુવાનો ઉમટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment