Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ PI અને શી-ટીમનું ચેકિંગ:ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલા PI નિધિ કલસરિયા ગરબે ઘૂમ્યાં, સુરક્ષાની ચકાસણી કરી; યુવકનો મોબાઇલ ચકાસ્યો

    20 hours ago

    નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસની 'શી-ટીમ' સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરખેજ વિસ્તારમાં યોજાયેલા 'સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI નિધિ કલસરિયા અને તેમની ટીમે ટ્રેડિશનલ આઉટફિટમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓએ સામાન્ય ખેલૈયાની જેમ એસી ડોમમાં પ્રવેશ કરી ગરબા રમવાની સાથે સાથે સમગ્ર પરિસરની સુરક્ષા-વ્યવસ્થા, બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાનું સઘન નિરીક્ષણ કર્યું હતું. ઐશ્વર્યા મજમુદારના તાલે ગરબે ઘૂમીને સુરક્ષા પર નજર રાખી પશ્ચિમ અમદાવાદના મોટા ગરબા આયોજનો, પાર્ટી પ્લોટ, ક્લબ, એસી ડોમ અને શેરી ગરબાઓ ખાતે મહિલા ક્રાઇમની 8 જેટલી ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત PI નિધિ કલસરિયા અને તેમની ટીમે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને 'સ્વર્ણિમ નગરી' ગરબામાં એન્ટ્રી લીધી હતી. તેમણે વિખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારના તાલ પર અન્ય મહિલાઓ સાથે ગરબા રમતાં રમતાં જ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ દરમિયાન ગરબા રમતી મહિલાઓનો વીડિયો ઉતારી રહેલા એક યુવકને રોકીને તેનો મોબાઈલ ફોન પણ ચકાસવામાં આવ્યો હતો. રાત્રે 8 વાગ્યાથી ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી 'શી-ટીમ' ફિલ્ડમાં રહેશે સુપરવિઝન દરમિયાન ટીમે ગરબા સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસીને કન્ટ્રોલ રૂમની કામગીરીની પણ ખાતરી કરી હતી. લગભગ એક કલાક સુધી ગરબા સ્થળે રોકાયા બાદ PI નિધિ કલસરિયાએ જણાવ્યું કે, નવરાત્રિના તમામ 9 દિવસ દરમિયાન દરરોજ રાત્રે 8 વાગ્યાથી લઈને ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ટીમો સ્થળ પર હાજર રહેશે. કોઈપણ રોમિયોગીરી કરનાર કે સતામણી કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરાશે અને મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદ સત્કાર એપાર્ટમેન્ટમાં 6 વર્ષની કિયારાએ નવરાત્રિના પ્રથમ નોરતે ગરબા કર્યા
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસની શી-ટીમ ચણિયાચોળીમાં કરશે પેટ્રોલિંગ:રોમિયોગીરી કરનારા સામે કડક કાર્યવાહી, સીસીટીવી અને બોડી-વોર્ન કેમેરાથી લેવાશે મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment