Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક સ્પોર્ટ બનેલ નવસારીથી વેસ્મા સુધીનો નેશનલ હાઈવે‎:વેસ્મા બ્રિજ પર પલ્સર સ્લીપ થતાં સુરતના ઋષિલ ચૌહાણનું મોત

    4 days ago

    નવસારીના નેશનલ હાઇવે-48 પર આવેલા વેસ્મા બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતમાં સુરતના બાઈકચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે પલ્સર બાઈક યુવકથી આશરે 50 મીટર દૂર ફંગોળાઈને પડી હતી, જ્યારે યુવકનો એક બૂટ બ્રિજ પર અને બીજો બુટ બ્રિજ નીચેથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ સુરત નિવાસી ઋષિલ કમલેશ ચૌહાણ તરીકે થઈ છે. ઋષિલ પોતાની પલ્સર બાઈક (નં. જીજે-05- એનએક્સ-2420) લઈને સુરતથી નવસારી તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન વેસ્મા બ્રિજ પર તેની બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઋષિલ ચૌહાણનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના PSI એમ.એ. મોડ તેમજ પોલીસ કર્મચારીઓ રાહુલ ઢીમ્મર અને પરવેઝ શેખ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લેક સ્પોર્ટ બનેલ નવસારીથી વેસ્મા સુધીનો નેશનલ હાઈવે મિંઢોળાથી પૂર્ણા નદી સુધીનો હાઇવે બન્યો બ્લેક સ્પોટ 1 માસમાં 5 અકસ્માત, 3ના મોત હાઇવે-48 પર મિંઢોળા નદીના બ્રિજથી લઈને આમડાપોર નજીક આવેલા પૂર્ણા નદીના બ્રિજ સુધીનો વિસ્તાર વાહનચાલકો માટે બ્લેક સ્પોટ બની રહ્યો છે. સ્થાનિક સ્તરેથી મળતી માહિતી અનુસાર, છેલ્લા એક જ મહિનાના ગાળામાં આ ચોક્કસ હાઇવે પટ્ટા પર 5 જેટલા ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:પાર્કિંગ, ટ્રાફિક, લારીગલ્લા, ટ્રાન્સપોર્ટની સંકલિત નીતિના અભાવે લોકોને હાલાકી
    Next Article
    ટાઉન પોલીસમાં અમિત સહિત અનિલ કાઠી સામે ફરિયાદ નોંધાઈ‎:વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી નવસારીમાં સફાઈકર્મીનો આપઘાતનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment