Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:પાર્કિંગ, ટ્રાફિક, લારીગલ્લા, ટ્રાન્સપોર્ટની સંકલિત નીતિના અભાવે લોકોને હાલાકી

    4 days ago

    ટ્રાફિક, પાર્કિંગ, લારીગલ્લા, ટ્રાન્સપોર્ટની સુવિધા વ્યવસ્થિત કરવા નવસારીમાં પ્રથમવાર ‘સર્વ સમાવેશ અવરજવર યોજના'' નવસારી મનપા બનાવી રહી છે. આમ તો નવસારી શહેરમાં નગરપાલિકા 100 વર્ષ જૂની છે, અહીં ટીપી સ્કિમો પણ 4 અમલી થઈ છે પણ છેલ્લા 20 વર્ષોમાં શહેરનું કદ 7 ગણી વધ્યું અને વસ્તી પણ અનેક ગણી વધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વાહનો અને લારી ગલ્લા પણ અનેક ગણા વધ્યાં છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અવરજવર, ટ્રાફિક, પાર્કિંગમાં મોકાણ ઊભી થઈ છે. જેનું મહત્વનું કારણ મહાનગર બનેલ નવસારીમાં લોકો સરળતાથી આવ જા કરી શકે તેવી સર્વ સમાવેશી અવરજવર યોજના (comprehensive mobility plan) બની નથી અને અમલ થયો નથી. હવે જ્યારે નવસારીમાં મનપા બની છે ત્યારે અહીં પ્રથમવાર 58 ચોરસ કિમીના વિસ્તારને આવરી લેતી લોકોને અવરજવરમાં મુશ્કેલી નહીં પડે, યોગ્ય પરિવહન ઉપલબ્ધ થાય તે માટે સીએમપી બનાવવાનો નિર્ણય લેવાયો, જે માટે કન્સલ્ટન્ટ નિમણૂક કરાશે, જે શહેરમાં આગામી વર્ષોની સંભવિત વસ્તી, ટ્રાફિક, પાર્કિંગ, વેન્ડર સ્થિતિ, પરિવહન સ્થિતિ વગેરે ધ્યાને લઇ પ્લાન બનાવશે. આયોજનમાં લોકોને મધ્યમાં રાખી ધ્યાને લેવાતી અનેક બાબતો.. સુરતમાં પ્લાન બન્યો,નવસારીમાં વધુ જરૂરીયાત.. નવસારી શહેરને સુરતના જોડિયા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં પણ આગામી વર્ષ 2046 સુધીના સમય ધ્યાને લઈ સર્વગ્રાહી અવરજવર પ્લાન (comprehensive mobility plan) બન્યો છે. આ પ્લાનમાં સુરતની છેલ્લા કેટલાક વર્ષોની સ્થિતિ, ભવિષ્યની સંભવિત સ્થિતિ વગેરે ધ્યાને લેવામાં આવી છે. નવસારી તો નવું મહાનગર છે, નવા વિસ્તારોનો સમાવેશ થયો છે ત્યારે અહીં આવો પ્લાન બને અને અમલ થાય તેની જરુરિયાત વધુ છે. પ્લાન બની અમલી થાય તો અનેક ફાયદા
    Click here to Read More
    Previous Article
    અદ્વિતીય સિધ્ધિ‎:રોલા ટ્રસ્ટનું 12 કલાકમાં 3,621 યુનિટ રક્ત એકત્ર કરી ઇન્ડિયા બુકમાં સ્થાન
    Next Article
    બ્લેક સ્પોર્ટ બનેલ નવસારીથી વેસ્મા સુધીનો નેશનલ હાઈવે‎:વેસ્મા બ્રિજ પર પલ્સર સ્લીપ થતાં સુરતના ઋષિલ ચૌહાણનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment