Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઉન પોલીસમાં અમિત સહિત અનિલ કાઠી સામે ફરિયાદ નોંધાઈ‎:વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી નવસારીમાં સફાઈકર્મીનો આપઘાતનો પ્રયાસ

    4 days ago

    સુરતનો અનિલ કાઠી સામે ખંડણી, ફાયરિંગ સહિત 18થી વધુ ગંભીર ગુનાઓ અનિલ કાઠી (અરવિંદ રાણવા) સુરતનો કુખ્યાત ગેંગસ્ટર છે, જેની સામે બનાસકાંઠામાં રૂ. 25 લાખની સોપારી લઈ મફા પટેલની હત્યા, ખંડણી, અપહરણ, ફાયરિંગ, દારૂ અને જમીન પચાવી પાડવા જેવા 18થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તથા ચાર વખત પાસા પણ થઈ ચૂકી છે. જ્યારે અમિત જોગડિયા ઉપર પણ ગુના હોવાનું પોલીસે જણાવ્યું હતું. નવસારીમાં ઘેલખડીમાં રહેતા 47 વર્ષીય સફાઈકર્મીએ સુરતના વ્યાજખોર અને ગેંગસ્ટર અનિલ કાઠી અને તેના સાગરીત અમિત જોગડિયા મારફતે પઠાણી ઉઘરાણીથી કંટાળી સફાઈકર્મીએ ફિનાઈલ ગટગટાવ્યું હતું. નવસારી ટાઉન પોલીસ મથકમાંથી પ્રાપ્ત ફરિયાદ મુજબ, ભરતભાઈના મિત્ર દીપક સાતાવડેકરે વર્ષ-2020માં વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરતા અમિત જોગડિયા પાસેથી માસિક 7 %ના ઊંચા વ્યાજે ₹7 લાખ લીધા હતા, જેમાં ભરતભાઈ જામીનદાર રહ્યા હતા. દીપક નાસી છૂટતાં અમિતે ભરતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કટકે-કટકે રૂ 3,88,000 પડાવી લીધા હતા. આટલેથી ન અટકતાં બાકી રકમ વસૂલવા અમિતે અગાઉ હત્યાની સોપારી લેવાના ગુનામાં પકડાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી મારફતે વોટ્સએપ કોલ કરાવી હાથ-પગ તોડી નાંખવાની ધમકી અપાવી હતી. આ પઠાણી ઉઘરાણીથી ગભરાઈ જઈ ભરતભાઈએ અંતિમ પગલું તરીકે મફતલાલ તળાવ પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ હાલ શ્રદ્ધા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે.પોલીસે અમિત જોગડિયા અને અનિલ કાઠી વિરુદ્ધ આઈપીસી સહિત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ જિલ્લા પોલીસે વ્યાજખોરીથી બચાવવા બેંક લોનની વ્યવસ્થા નોંધાવી આપી હતી નવસારી સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના ખપ્પરથી બચાવવા માટે પોલીસ દ્વારા વ્યાજખોરો ઉપર ફરિયાદ કરી હતી અને વ્યાજના વિષચક્રથી બચાવવા બેન્ક સાથે કેમ્પ કરી અસરગ્રસ્તોને મદદ પણ કરી હતી. પોલીસ આવા વ્યાજખોરો ઉપર કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક સ્પોર્ટ બનેલ નવસારીથી વેસ્મા સુધીનો નેશનલ હાઈવે‎:વેસ્મા બ્રિજ પર પલ્સર સ્લીપ થતાં સુરતના ઋષિલ ચૌહાણનું મોત
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દીપકેની અટકાયતનો અનકટ વીડિયો, આજે વિપક્ષની સુપ્રીમ કોર્ટ માર્ચ, સાઉદીના રિયાધ એરપોર્ટ પર હૂથીઓનો હાહાકાર, ભારતીયનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment