Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:ગામમાં હજુ એસટી બસની સુવિધા નિયમિત ન હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી

    5 days ago

    જૂનાગઢ જિલ્લાનું 'ભાલેચડા ગામ અંદાજે 400 ની વસ્તી ધરાવતા આ ગામનો સાક્ષરતા દર 70 થી 80 ટકા જેટલો છે અને તે નેશનલ હાઈવેથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. ​ આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જૂનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટર અપનાવનાર પ્રથમ ગામ છે. આ ઉપરાંત, ગામમાં અંદાજે 65 ટકા થી 70 ટકા જેટલી વીજળી સોલાર પાવર દ્વારા મેળવવામાં આવે છે, જે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ છે. ખેતી અને વાડી વિસ્તારના વિકાસ માટે ગામે એક અનુકરણીય પગલું ભરીને ખેતરના રસ્તાઓ 6 ફૂટમાંથી વધારીને પૂરા 22 ફૂટ પહોળા કર્યા છે, જેથી ચોમાસા કે અન્ય સિઝનમાં અવરજવરમાં કોઈ તકલીફ ન પડે. ​ગામમાં પાયાની તમામ સુવિધાઓ જેવી કે પાક્કા રસ્તા, નર્મદા યોજના આધારિત પંચાયતનું પીવાનું શુદ્ધ પાણી અને નિયમિત લાઈટ-પાણી ઉપલબ્ધ છે. શિક્ષણ અને આરોગ્ય માટે ગામમાં 1 પ્રાથમિક શાળા અને 1 આંગણવાડી કાર્યરત છે. ધાર્મિક અને આસ્થાની દ્રષ્ટિએ પણ ભાલેચડા ગામ અગ્રેસર છે, જ્યાં રૂડાઆપાનું મંદિર અને પૌરાણિક બાલા હનુમાન મંદિર આવેલું છે, જ્યાં માનતા પૂરી કરવા અનેક લોકો આવે છે. ​ ગામના અગ્રણી ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં વસ્તીના આધારે ગ્રાન્ટ ફાળવાતી હોવાથી અંદરના રસ્તાઓના વિકાસમાં થોડી મર્યાદાઓ આવે છે અને એસ.ટી. બસની સુવિધા હજુ સુધી નિયમિત ન હોવાથી ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. તેમ છતાં, ભાલેચડા ગામના લોકોએ પોતાની સૂઝબૂઝ અને એકતાથી આસપાસના ગામો માટે વિકાસનું એક મોટું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચોપાટી સહિત સ્થળો પર CCTVથી નજર‎:નવરાત્રીમાં પોરબંદર પોલીસનો 749 જવાન સાથે ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    ખડીયાનો બનાવ, દીવાલ કૂદી નિશાન બનાવ્યું‎:પિતૃકાર્ય માટે ગયા ને મકાનમાંથી તસ્કરો રૂા. 3.90 લાખ ચોરી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment