Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોપાટી સહિત સ્થળો પર CCTVથી નજર‎:નવરાત્રીમાં પોરબંદર પોલીસનો 749 જવાન સાથે ચુસ્ત બંદોબસ્ત

    5 days ago

    જિલ્લામાં કુલ 246 નાની-મોટી ગરબીઓ અને 6 ખાનગી પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના 749 અધિકારી-કર્મચારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત રેપિડ રિસ્પોન્સ અને એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમ પણ કાર્યરત રહેશે. બીડીડીએસ ટીમ દ્વારા એન્ટી-સબોટેજ ચેકિંગ કરવામાં આવશે. ચોપાટી તથા જાહેર માર્ગો અને સ્થળો પર નેત્રમ શાખાના કેમેરા દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવશે. ચોપાટી વિસ્તારની ગરબીઓના પ્રવેશદ્વાર અને અંદરના ભાગોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ફરજ પરના પોલીસ કર્મચારીઓને બોડીવોર્ન કેમેરા પણ ફાળવવામાં આવ્યા છે. એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો ટીમને ઘરફોડ ચોરી અટકાવવા ફિલ્ડ પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તહેવાર દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે. શંકાસ્પદ વાહનચાલકોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ પણ કરાશે. હોટલ, ગેસ્ટ હાઉસ અને ધાબાઓમાં તપાસ ઉપરાંત શંકાસ્પદ અને અસામાજિક તત્ત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી સામગ્રી અંગે પણ પોલીસ નજર રાખશે. નાગરિકોને પોલીસની અપીલ ગરબા રમવા આવતા નાગરિકોને માર્ગોનો ઉપયોગ કરવા, અજાણી વ્યક્તિ પાસેથી વાહનમાં લિફ્ટ ન લેવા અને કિંમતી વસ્તુઓ સાથે રાખવાનું ટાળવા અપીલ કરાઈ છે. ઇમરજન્સી એક્ઝિટનો માર્ગ અગાઉથી જાણી રાખવા તથા મુશ્કેલીના સમયે વિશ્વાસુ વ્યક્તિ સાથે લાઇવ લોકેશન શેર કરવા પણ સૂચના અપાઈ છે. અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક 112 નંબર પર સંપર્ક કરવા પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે. નવરાત્રીમાં મહિલાઓની‎સુરક્ષા માટે સી-ટીમ તૈનાત‎ ગરબીના સ્થળો, જાહેર વિસ્તારોમાં‎મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષા‎સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સી-ટીમ‎તૈનાત કરવામાં આવી છે. છેડતી,‎પજવણી કે મહિલાઓને હેરાન‎કરવાના બનાવો અટકાવવા સી ટીમ‎સતત સતર્ક રહેશે. શંકાસ્પદ વ્યક્તિઓ‎પર નજર રાખી, કોઈ અનિચ્છનીય‎બનાવ બને તો તાત્કાલિક કાર્યવાહી‎કરવામાં આવશે. મહિલાઓને‎સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે‎પોલીસ દ્વારા વિશેષ તકેદારી રખાઈ‎હોવાનું એસપીએ જણાવ્યું છે.‎
    Click here to Read More
    Previous Article
    પરંપરાની અનોખી જ્યોત:પોરબંદરમાં લાઉડ સ્પીકર કે DJના ઘોંઘાટ વગર, 102 વર્ષથી યોજાય છે ધ્વનિ પ્રદૂષણમુક્ત ગરબી
    Next Article
    ગામ ગામની વાત:ગામમાં હજુ એસટી બસની સુવિધા નિયમિત ન હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment