Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરંપરાની અનોખી જ્યોત:પોરબંદરમાં લાઉડ સ્પીકર કે DJના ઘોંઘાટ વગર, 102 વર્ષથી યોજાય છે ધ્વનિ પ્રદૂષણમુક્ત ગરબી

    5 days ago

    સમગ્ર રાજ્યમાં નવરાત્રીની વિવિધ ગરબી અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને કલાકારો મારફતે આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરમાં પરંપરાની અનોખી જ્યોત સાથે લાઉડ સ્પીકર કે DJના ઘોંઘાટ વગર 102 વર્ષથી યોજાય છે ધ્વનિ પ્રદૂષણમુક્ત ગરબીનું આયોજન થાય છે. હાલના આધુનિકતાના દોરમાં પ્રાચીન સંસ્કૃતિનું જતન માટે દિવેચા કોળી સમાજ દ્વારા ભદ્રકાળી માતાજીના સાનિધ્યમાં માત્ર પરંપરાગત વાદ્યો સાથે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના આધુનિક યુગમાં જ્યાં નવરાત્રી દરમિયાન કાન ફાડી નાખે તેવા લાઉડ સ્પીકર, હાઈ-ટેક માઈક અને ડીજે ના ઘોંઘાટ વચ્ચે પશ્ચિમી સંસ્કૃતિનું આચરણ વધતું જોવા મળે છે, ત્યારે પોરબંદરમાંથી સંસ્કૃતિ અને પર્યાવરણની જાળવણીનો એક ખૂબ જ પ્રેરણાદાયી અને સકારાત્મક કિસ્સો સામે આવ્યો છે. અહીંના પ્રખ્યાત ભદ્રકાળી માતાજીના મંદીરે છેલ્લા 102 વર્ષથી સંપૂર્ણપણે ધ્વનિ પ્રદૂષણમુક્ત પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવે છે, જે આજે પણ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની સાચી સુવાસ ફેલાવી રહી છે.દિવેચા કોળી સમાજ દ્વારા આયોજિત આ ઐતિહાસિક ગરબીની સૌથી મોટી અને મુખ્ય વિશેષતા એ છે કે અહીં આધુનિક સાઉન્ડ સિસ્ટમ, માઈક કે સ્પીકરનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. ગરબીમાં સંગીત માટે માત્ર પરંપરાગત વાદ્યો જેવા કે પગથી ચાલતું હાર્મોનિયમ, પરંપરાગત ઢોલક અને પખાજનો ઉપયોગ થાય છે. આ વાદ્યોમાંથી રેલાતા મધુર અને કુદરતી અવાજના સથવારે યોજાતી આ ગરબીને જોવા અને આ દૈવી વાતાવરણનો અનુભવ કરવા માટે દર વર્ષે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો અને સ્થાનિક લોકો ઉમટી પડે છે. ભદ્રકાળી ગરબી મંડળના પૂર્વ પ્રમુખ સ્વ.ભીખાબાપાની રાહબરી હેઠળ હાલ સેવાકર્મી પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ એન. બામણીયા, બાબુભાઈ ભાલીયા, મંત્રી રામજીભાઈ મકવાણા, પ્રેમજીભાઈ વાજા, ભીખુભાઈ મકવાણા સહિતના યુવા કાર્યકરો અને મંદિરના પૂજારી ભીપીનભાઈ આચાર્ય, અરવિંદભાઈ આચાર્ય તેમજ મગનભાઈ સોલંકીએ પગથી ચાલતું એન્ટિકપીસ હાર્મોનિયમ સાથે પ્રાચીન ઢબે છંદ અને લપબદ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે. નવરાત્રી... આધુનિકતાના દોરમાં પ્રાચીન સંસ્કૃતિનું જતન‎ બાળકો અને યુવાનો બને છે પૌરાણિક પાત્રોનું મુખ્ય આકર્ષણ આયોજક એ જણાવ્યું હતું કે, ભદ્રકાળી મંદિરની આ ગરબીનું બીજું સૌથી મોટું અને આકર્ષક પાસું એ છે કે તેમાં નાના બાળકો અને યુવાનો પૌરાણિક દેવી-દેવતાઓનો પોશાક ધારણ કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન યુવાનો ભગવાન શિવ, પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, માતા જાનકી, ભગવાન કૃષ્ણ, હનુમાનજી અને સુદામા જેવા વિવિધ પવિત્ર પાત્રોનું સુંદર ડ્રેસિંગ કરીને ગરબીના ચોકમાં માતાજીની આરાધના કરે છે. અમેરિકાની ડ્યુક યુનિ.એ ડોક્યુમેન્ટરી બનાવી પોરબંદરની ગૌરવરૂપ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનેાંખી ગરબી દેશ-વિદેશના મેગેઝીનોમાં લેખ રૂપે પ્રસિદ્ધ થતા દેશ-વિદેશના લોકો માટે આકર્ષણરૂપ બની છે. અમેરિકાની ડયુક યુનિવર્સિટીના ડાન્સિંગ વિષયના નિષ્ણાંત પ્રોફેસર દ્વારા પોરબંદરના સાહિત્યકારના સહયોગથી આ ગરબીની પ્રાચીન સંસ્કૃતિને લઈ ડોક્યુમેન્ટરી બનાવવા ટીમ સાથે આવ્યા હતા. માત્ર પુરુષો જ રમે છે ગરબા, ટોપી પહેરવાની સદી જૂની પરંપરા આ પ્રાચીન ગરબીની શરૂઆત દિવેચા કોળી જ્ઞાતિના એક અગ્રણી અને ભક્ત જાદવભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આ ગરબી સાથે એક અનોખી પરંપરા જોડાયેલી છે, જે મુજબ અહીં સ્ત્રીઓને ગાવાની કે ગરબા રમવાની મનાઈ છે. જાદવભાઈ સોલંકીએ પોતે જ માતાજીની સ્તુતિ કરતા ગરબા લખ્યા હતા. તેમણે શરૂ કરેલી સદી જૂની પરંપરાને આજે પણ સમાજના લોકો વળગી રહ્યા છે, જેમાં માત્ર પુરુષો જ માથે ખાસ પ્રકારની ટોપી પહેરીને માતાજીના સાનિધ્યમાં શ્રદ્ધાપૂર્વક છંદ અને પ્રાચીન ગરબા ગાય છે તેમજ રાસ રમે છે.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:ઘરભેગા કરાયેલા IAS કે. રાજેશ અને ગૌરવ દહીયા સરકારને કોર્ટમાં પડકારી શકે, પશ્ચિમ બંગાળના CMએ ગુજારાતની ધરતીને માટીને માથે ચઢાવી
    Next Article
    ચોપાટી સહિત સ્થળો પર CCTVથી નજર‎:નવરાત્રીમાં પોરબંદર પોલીસનો 749 જવાન સાથે ચુસ્ત બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment