Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની સી-ટીમ મહિલાની વહારે આવી:નિરાધાર મનોદિવ્યાંગ મહિલાને ‘બાનું ઘર’માં મળ્યો આશરો

    3 days ago

    કોઈ મુશ્કેલીમાં હોય અને સંભાળ રાખનારું કોઈ ન હોય ત્યારે આશ્રય અને હૂંફનો હાથ મળે તો જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળે છે. રફાળા ગામના માનસિક સ્વાસ્થ્યની તકલીફ ધરાવતાં અલ્કાબેન અજયભાઈ વાઘેલાને રાજકોટના ‘બાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં આવો જ આશરો મળ્યો છે. માતાનો સહારો ન હોવાથી અને પિતાને તેમની સંભાળ રાખવામાં મુશ્કેલી પડતી હોવાથી પરિવાર તેમના માટે યોગ્ય વ્યવસ્થા શોધી રહ્યો હતો. આ દરમિયાન રાજકોટ શહેર મહિલા પોલીસની સી-ટીમે મદદ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનનાં દક્ષાબેન અને તેમની ટીમ અલ્કાબેનને ‘બાનું ઘર’ ખાતે લઈ ગઈ હતી. સંસ્થાના સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ પરિવારની સંમતિથી તેમને આશ્રય આપવામાં આવ્યો હતો. અલ્કાબેનને સંભાળની વ્યવસ્થા મળતાં તેમના ભાઈ અને કાકાએ પોલીસ ટીમ તથા સંસ્થાનો આભાર માન્યો હતો. માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત ‘બાનું ઘર’માં હાલમાં 42થી વધુ બહેનો આશ્રય લઈ રહ્યાં છે. સંસ્થા નિરાધાર, ત્યક્તા, ઘરવિહોણી અને વિશેષ સંભાળની જરૂરિયાત ધરાવતી મહિલાઓને નિઃશુલ્ક રહેઠાણ, ભોજન, વસ્ત્રો, તબીબી સારવાર અને દૈનિક સંભાળ પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    શતાબ્દી મહોત્સવમાં ભક્તો માટે આશીર્વાદરૂપ સુવિધા:દેશ-વિદેશથી આવતા સંતો-ભક્તો માટે રામકૃષ્ણ આશ્રમ ‘મા શારદા શતાબ્દી ભવન’નું નિર્માણ કરશે
    Next Article
    સિટી એન્કર:ફૂટપાથ પર જ્ઞાનની પાઠશાળા ચલાવી 40 બાળકોને શિક્ષણની ભેટ આપતાં પ્રોફેસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment