Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શતાબ્દી મહોત્સવમાં ભક્તો માટે આશીર્વાદરૂપ સુવિધા:દેશ-વિદેશથી આવતા સંતો-ભક્તો માટે રામકૃષ્ણ આશ્રમ ‘મા શારદા શતાબ્દી ભવન’નું નિર્માણ કરશે

    3 days ago

    યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા દેશ-વિદેશથી આવતા સંતો અને ભક્તો માટે માત્ર 100 મીટર સેન્ટર દૂર જ સુવિધાસભર અને પવિત્ર વાતાવરણમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરાઈ છે. આશ્રમ દ્વારા રૂ.5 કરોડના ખર્ચે ‘મા શારદા શતાબ્દી ભવન’નું નિર્માણ કરાયું છે. ચાર માળના આ ભવનમાં કુલ 101 અતિથિઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનનું અંદાજે 80 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ફેબ્રુઆરી 2027માં તેનું લોકાર્પણ કરવાનું આયોજન છે. અહીં રોકાનારા સંતો અને ભક્તો માટે નિઃશુલ્ક રહેઠાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અધ્યક્ષ સ્વામી નિખેલેશ્વરાનંદનું કહેવું છે કે, દેશમાં રામકૃષ્ણ મઠના 230 અને વિદેશમાં 70થી વધુ સેન્ટર છે. આ સેન્ટરો સાથે જોડાયેલા ભક્તો સહિત દર વર્ષે બે લાખથી વધુ ભક્તો રાજકોટમાં દર્શનાર્થે આવે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક શિબિરો, સૌરાષ્ટ્ર પ્રવાસ, શૈક્ષણિક કાર્યક્રમો અને યુવા શિબિરોમાં ભાગ લેવા આવતા સંતો-ભક્તોને આશ્રમના પવિત્ર વાતાવરણમાં રહેવાની સુવિધા મળી રહે તે હેતુથી આ ભવનનું નિર્માણ હાથ ધરાયું છે. 460 વારના પ્લોટ પર નિર્માણ પામી રહેલા આ ભવનમાં ત્રણ બેડ, ચાર બેડ તથા છ બેડની ડોર્મિટરી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારગામથી આવતા ભક્તોને ખાનગી હોટેલ પર નિર્ભર રહેવાને બદલે આશ્રમના વાતાવરણમાં રહેવાનીસુવિધા મળશે. શતાબ્દી મહોત્સવમાં ભક્તો માટે આશીર્વાદરૂપ સુવિધા શ્રીરામકૃષ્ણ આશ્રમના શતાબ્દી મહોત્સવના મંગલ અવસરને ધ્યાનમાં રાખીને આ ભવનનું નિર્માણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મહોત્સવમાં દેશ-વિદેશથી સંતો, મહંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની સંભાવના છે. આવા સમયે ‘મા શારદા શતાબ્દી ભવન’ તેમના માટે પવિત્ર, સુવિધાસભર અને નિઃશુલ્ક રહેઠાણનું કેન્દ્ર બની રહેશે. દાતાઓના સહયોગ અને આશ્રમના સેવાભાવી પ્રયાસથી રાજકોટમાં આધ્યાત્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. NRI દાતાઓ તરફથી રૂ.50 લાખથી 1 કરોડ સુધીનું દાન સેવાકીય પ્રકલ્પ માટે અત્યાર સુધીમાં રૂ.2.50 કરોડનું દાન મળ્યું છે. તેમાં અમેરિકામાં રહી ચૂકેલા અને હાલ રાજકોટમાં વસતા ભાઇલાલ વિઠ્ઠલભાઈ વસાણી દ્વારા તેમનાં પત્ની મંજુલાબેનની સ્મૃતિમાં રૂ.1 કરોડનું દાન આપવામાં આવ્યું છે. ડૉ.વીણા શરદ ગાંધી દ્વારા અમેરિકન હિન્દુ લાઇફટાઇમ કન્ટ્રિબ્યૂશન એવોર્ડથી સન્માનિત સ્વ.શરદ કૃષ્ણદાસ ગાંધી (1938–2023)ની સ્મૃતિમાં રૂ.50 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ ભક્તોએ 1 લાખથી રૂ.50 લાખ સુધીનું યોગદાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટના શિક્ષક ગિનેસ બુકમાં સ્થાન પામેલી માત્ર 1 ગ્રામ વજનધરાવતી સૂક્ષ્મ હનુમાન ચાલીસા કેપ્ટન સ્મિત મચ્છરને મોકલશે
    Next Article
    પોલીસની સી-ટીમ મહિલાની વહારે આવી:નિરાધાર મનોદિવ્યાંગ મહિલાને ‘બાનું ઘર’માં મળ્યો આશરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment