Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટના શિક્ષક ગિનેસ બુકમાં સ્થાન પામેલી માત્ર 1 ગ્રામ વજનધરાવતી સૂક્ષ્મ હનુમાન ચાલીસા કેપ્ટન સ્મિત મચ્છરને મોકલશે

    3 days ago

    તાજેતરમાં ભયાનક વિમાન દુર્ઘટના ટાળીને 180 લોકોના જીવ બચાવનાર ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને રાજકોટના શિક્ષણવિદ ડૉ. નિકુંજ વાગડિયા સ્વહસ્તે લખેલી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધાયેલ વિશ્વની સૂક્ષ્મતમ હનુમાન ચાલીસા ભેટ આપશે. ખિસ્સામાં સરળતાથી રહી જાય તેવી ટચૂકડા કદની આ કલાત્મક કૃતિ કેપ્ટનને ભવિષ્યમાં ભગવાન હનુમાનજીનું સતત રક્ષણ પૂરું પાડે અને તેમની ઝડપી રિકવરી થાય તેવા ઉદ્દેશથી મોકલવામાં આવશે. કેપ્ટન સ્મિત મચ્છરની ઝડપી રિકવરી અને સુરક્ષા માટે તૈયાર કરાયેલી આ અનોખી હસ્તપ્રત કલા અને શ્રદ્ધાનો અદભુત સમન્વય છે. સૂક્ષ્મ લેખનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડૉ.નિકુંજ વાગડિયાએ આ હનુમાન ચાલીસા માત્ર 37 X 10 મીમીના ટચૂકડા કદમાં 250 જી.એસ.એમ આર્ટ પેપર પર કંડારી છે. કોઈપણ પ્રકારના બિલોરી કાચ કે લેન્સના ઉપયોગ વગર, નરી આંખે સામાન્ય બોલપેન વડે મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મેટમાં આ લખાણ લખાયું છે. કુલ 21 પેજ ધરાવતી આ નાનકડી ચોપડીનું વજન માત્ર 1 ગ્રામ એટલે કે એક ચણાના દાણા જેટલું જ છે. ખિસ્સામાં કાયમ સહેલાઈથી સાચવી શકાય તેવા કદની આ સૂક્ષ્મતમ કૃતિ પૂર્ણ કરતાં કલાકારને આશરે એક મહિનાનો સમય લાગ્યો હતો. વિમાન દુર્ઘટના ટાળીને 180 નિર્દોષ મુસાફરને નવજીવન આપનાર રિયલ હીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમણે પોતાની આ ગિનેસ રેકોર્ડ પ્રાપ્ત કલાકૃતિ સમર્પિત કરી છે. નરી આંખે 1 મહિનાની મહેનત બાદ તૈયાર થઈ 21 પેજની હસ્તપ્રત સૂક્ષ્મ લેખનમાં મહારત ધરાવતા ડૉ.નિકુંજ વાગડિયાએ 250 જી.એસ.એમ. આર્ટ પેપર પર રોજિંદા વપરાશની સામાન્ય બોલપેન વડે મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મેટમાં આ લખાણ લખાયું છે. કોઈપણ પ્રકારના લેન્સ કે માઇક્રોસ્કોપ વગર માત્ર નરી આંખે લખાયેલી આ ચાલીસામાં 21 પેજ સમાવિષ્ટ છે. આખી ચોપડીનું વજન માત્ર 1 ગ્રામ એટલે કે એક ચણાના દાણા જેટલું જ છે. આ અનોખી કૃતિ પૂર્ણ કરતાં તેમને આશરે 1 મહિનાનો સમય લાગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દૂષિત પાણીના ખાબોચિયાંથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો:હનુમાન મઢી ચોક પાસે ખોદકામથી ગંદકીનું સામ્રાજ્ય રસ્તા પર દૂષિત પાણી ભરાયેલાં રહેતાં રહીશો પરેશાન
    Next Article
    શતાબ્દી મહોત્સવમાં ભક્તો માટે આશીર્વાદરૂપ સુવિધા:દેશ-વિદેશથી આવતા સંતો-ભક્તો માટે રામકૃષ્ણ આશ્રમ ‘મા શારદા શતાબ્દી ભવન’નું નિર્માણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment