Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂષિત પાણીના ખાબોચિયાંથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો:હનુમાન મઢી ચોક પાસે ખોદકામથી ગંદકીનું સામ્રાજ્ય રસ્તા પર દૂષિત પાણી ભરાયેલાં રહેતાં રહીશો પરેશાન

    3 days ago

    શહેરના હનુમાન મઢી ચોક છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વિવિધ કામગીરી અર્થે કરવામાં આવેલું ખોદકામ પૂરવામાં ન આવતાં સ્થાનિક રહીશો અને અહીંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા વચ્ચે મોટા ખાડા અને માટીના ઢગલા ખડકાઈ જતાં રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રસ્તા પર કરાયેલા ખોદકામના કારણે ભૂગર્ભ ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતાં માર્ગો પર ગંદું પાણી ફરી વળ્યું છે. ચારેય તરફ દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતાં સમગ્ર વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે. અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અવારનવાર ખાડાઓ અને કાદવના કારણે સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ખોદકામ ત્વરિત પૂર્ણ કરી રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે અને ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરીને વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે. તેવી માંગ ઊઠી છે.
    Click here to Read More
    Previous Article
    ગોકુલધામથી ઉમિયા સર્કલ રોડ પર નળ વાલ્વ ચેમ્બર્સ લીક:વાલ્વ ચેમ્બરોમાંથી પાણી સતત વહી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું
    Next Article
    સિટી એન્કર:રાજકોટના શિક્ષક ગિનેસ બુકમાં સ્થાન પામેલી માત્ર 1 ગ્રામ વજનધરાવતી સૂક્ષ્મ હનુમાન ચાલીસા કેપ્ટન સ્મિત મચ્છરને મોકલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment