Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની બેઠક યોજાઈ:જીતુ વાઘાણીએ કહ્યું-આજથી સરકારનો ઘોડા છૂટી ગયો, ખોળમાં ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાં લેવાશે

    8 hours ago

    મહેસાણા જિલ્લાના કડી ખાતે ‘ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે પશુ આહાર એટલે કે ખોળમાં થતી ભેળસેળનો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો હતો, જેના પર બંને નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. ખોળમાં ભેળસેળ અંગે કડક વલણ અપનાવતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આજથી સરકારનો ‘ઘોડો છૂટી ગયો છે’ અને ભેળસેળ કરનારાઓએ કાન ખોલીને ચેતી જવું પડશે. કાયદો માત્ર કાગળ પર નહીં રહે પરંતુ તેનો કડકાઈથી અમલ કરાશે. જો ભવિષ્યમાં આ બિલ અંગે કોઈ વ્યાજબી રજૂઆતો આવશે તો તેમાં સુધારા કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી હતી. NCDEX ના સંચાલકો આજે જ પોતાના ગોડાઉનો ચેક કરી લે કે ત્યાં કોઈ ભેળસેળવાળો ખોળ સ્ટોક થયેલો તો નથી ને, કારણ કે NCDEX સામે પણ હવેથી આકરાં પગલાં લેવાશે. 'ભેળસેળવાળો માલ સ્ટોક થતો અને તેના આધારે તેજી-મંદીની રમત રમાતી' બેઠકને સંબોધતા નીતિન પટેલે ખોળમાં થતી ઓવર-ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, થોડીઘણી ભેળસેળ સમજી શકાય, પરંતુ ખોળમાં રેતી અને અયોગ્ય વસ્તુઓ ભેળવીને પશુઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. આવો ભેળસેળવાળો ખોળ ખાવાથી પશુઓના સ્વાસ્થ્ય અને તેમના દૂધની ગુણવત્તા પર સીધી વિપરીત અસર પડે છે, જે દૂધ આખરે આપણે જ આરોગીએ છીએ. કડી સ્થિત NCDEXના ગોડાઉનોમાં પણ આવો ભેળસેળવાળો માલ સ્ટોક થતો હતો અને તેના આધારે તેજી-મંદીની રમત રમાતી હતી. 'જીતુભાઈ જે નક્કી કરે છે તે પૂરું કરીને જ જંપે છે' ચોમાસું સત્ર દરમિયાન સરકાર દ્વારા ખોળમાં ભેળસેળ સામે કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે. જીતુભાઈ વાઘાણીના દ્રઢ મનોબળ અને કામ કરવાની શૈલીના વખાણ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, જીતુભાઈ જે નક્કી કરે છે તે પૂરું કરીને જ જંપે છે, તેથી તેઓ આ કાયદાનો કડક અમલ કરાવીને ભેળસેળિયાઓનું ‘પૂરું’ કરશે. ત્યારબાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નીતિન પટેલના કામ અને વ્યક્તિત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નીતિનભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ અને રોડ-રસ્તાઓ ક્ષેત્રે અદ્ભુત કામગીરી કરી છે. તેમણે વિધાનસભામાં મંત્રી તરીકે નીતિન પટેલના હાજરજવાબી સ્વભાવ અને દાયકાઓથી તેમની સાદગીભરી કાર્યશૈલીને બિરદાવી હતી. PBM એક્ટ હેઠળ 150 લાયસન્સ રદ સંબોધનમાં મંત્રીએ કૃષિ ક્ષેત્રે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ ખાતર અને બિયારણ વેચનારાઓ સામે પણ સરકારે લાલ આંખ કરી છે અને PBM એક્ટ હેઠળ 150 જેટલા લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. કપાસનું ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર નવા બિયારણો પર સંશોધન કરી રહી છે. સાબરકાંઠા અને નવસારી જેવા જિલ્લાઓમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો વપરાશ થવાને કારણે જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે યુરિયા અને કેમિકલયુક્ત દવાઓનો વપરાશ ઘટાડવો અથવા બંધ કરવો અનિવાર્ય બન્યો છે. હાલ ગુજરાતમાં 65 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈથી ખેતી થઈ રહી છે, ત્યારે પર્યાવરણ અને પશુધનની સુરક્ષા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:AAP અને ભાજપ પક્ષ વચ્ચે બલાલ; બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44.13% મતદાન
    Next Article
    ગઢડામાં હુમલાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન:જીનનાકા વિસ્તારમાં પાટીદાર યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો; 3 આરોપીઓને ઝડપી હથિયાર જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment