Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:AAP અને ભાજપ પક્ષ વચ્ચે બલાલ; બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44.13% મતદાન

    18 hours ago

    ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે (11 ઓક્ટોબર) સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં કુલ 2,59,780 મતદારો (1,32,457 પુરુષ અને 1,27,314 મહિલા)નો સમાવેશ થાય છે , જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરેલા 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. વાવોલ કુબેનગરની એમ. બી. પટેલ સ્કૂલ બહાર ભાજપ પક્ષની છત્રીઓ મૂકવા બાબતે માહોલ ગરમાયો હતો. વોર્ડ 7 કુબેરનગર મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસ સામેસામે આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો હતો. બપોર બાદ વોર્ડ 3માં સમાવિષ્ટ સેકટર-24માં આપ અને ભાજપના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. મતદારોને ક્રમાંક નંબર બતાવતો હોવાથી મામલો બીચક્યો હતો. તાત્કાલિક ધોરણે પોલીસે વચ્ચે પડી મામલે રફેદફે કર્યો હતો. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 44.13 ટકા મતદાન થયું છે. આજે મનપાની ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ધમધમતો રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ માહિતી કે રજૂઆત માટે નાગરિકો કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વામાં ઇમરાનની પાર્ટીની સરકાર બરતરફ:ઇમરજન્સી લાગુ; પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે રાજ્યના CM માર્ચ યોજી રહ્યા હતા
    Next Article
    કડીમાં ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની બેઠક યોજાઈ:જીતુ વાઘાણીએ કહ્યું-આજથી સરકારનો ઘોડા છૂટી ગયો, ખોળમાં ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાં લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment