Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી

    7 hours ago

    રાજકોટ શહેરમાં નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખીને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વ્યાપક તૈયારીઓ અને સક્રિયતા જોવા મળી રહી છે. અર્વાચીન ગરબા આયોજનોમાં 'લવ જિહાદ' જેવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં 'લવ જિહાદથી સાવધાન' નામના જાગૃતિ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો દ્વારા ગરબા આયોજનોમાં શિકાર બનતી યુવતીઓને સાવધાન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવાયું છે. આ સાથે જ વિવિધ ગરબા આયોજનોમાં તપાસ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, નવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, વિરાણી ચોક અને સામા કાંઠા વિસ્તાર સહિતના મુખ્ય સ્થળોએ તેમજ વિવિધ અર્વાચીન ગરબા આયોજનોની બહાર અને જાહેર ચોકોમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં 'લવ જિહાદથી સાવધાન' તેવું લખાણ લખવામાં આવ્યું છે. આગામી નવરાત્રી દરમિયાન હિન્દુ સંગઠનની મહિલા કાર્યકરો ગરબા આયોજન સ્થળો પર ઉપસ્થિત રહીને ગરબા સમયે થતી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખશે. આ સમગ્ર બાબતે હિંદુ જાગરણ મંચનાં મંગેશ દેસાઈએ જણાવ્યું છે કે, જે બેનરો લગાવવામાં આવ્યા છે તે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં જુદા-જુદા હિન્દુ સંગઠનો દ્વારા જનજાગૃતિના ભાગરૂપે લગાવવામાં આવ્યા છે. લોકોમાં અને વિશેષ કરીને માતાઓ, બહેનો તથા દીકરીઓમાં જાગૃતિ આવે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તેને અનુલક્ષીને આ બેનરો લગાવવામાં આવ્યા છે. સરકાર અને કાયદાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર પોતાની રીતે કાયદાકીય રૂપે જે પ્રયત્નો અને પ્રશાસકીય કામગીરી કરતી હોય તે કરે છે, પરંતુ અમુક બાબતો કાયદાને અધીન રહીને સરકાર પણ રોકી નથી શકતી, ત્યારે તેના માટે સંગઠનો દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. સામાન્ય લોકો દ્વારા આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે અને સરકાર કાયદાની રૂએ પોતાની રીતે પ્રયત્નો કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઘણા બધા આયોજકોએ સહમતી દર્શાવીને પોતાના કાર્યક્રમોમાં ચેન્જીસ કર્યા છે અને ઘણા લોકોએ એવા આયોજકોને પણ બદલ્યા છે જેમને યોગ્ય નહોતું લાગતું. જોકે, અમુક આયોજકો કોઈક કારણોસર સંગઠન સાથે નથી મળી શક્યા, ત્યાં આજથી સરપ્રાઈઝ ચેકિંગ (તપાસ) શરૂ થશે. જ્યાં જરૂરી લાગશે ત્યાં પ્રશાસનને સાથે રાખીને માર્ગદર્શિકા વિરુદ્ધ ચાલતી પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવશે. ગત વર્ષે પણ ચૅકિંગમાં કેટલાક આયોજકો સહયોગી નહોતા થયા, પરંતુ સંગઠનનું કામ લોકોને ઘર્ષણમાં મૂકવાનું નહીં માત્ર જનજાગૃતિ ફેલાવવાનું છે. આ કામગીરી કરવાના હેતુ અંગે તેમણે જણાવ્યું હતું કે, અમારું મુખ્ય કામ માત્ર લોકોની સુરક્ષા, સલામતી અને બહેન-દીકરીઓની ઇજ્જત બચાવવાનું છે. સાથે જ માતાજીનું પર્વ તથા માતાજીની આરાધના શક્તિ અને ભક્તિભાવથી ઉજવાય, એ જ આશયથી આ તમામ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જોકે તેમાં કોઈપણ વિધર્મી દ્વારા બહેન-દીકરીઓને ભોળવી લેવામાં આવતી હોવાનું જણાશે તો પોલીસને સાથે લઈ તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાયો:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત
    Next Article
    સુરેન્દ્રનગરમાં નવરાત્રી માટે VHP એ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા:બહેન-દીકરીઓની સુરક્ષા માટે 24 કલાક ચાલુ રહેશે સેવા, ઓળખ ગુપ્ત રખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment