Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાયો:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત

    9 hours ago

    રાજકોટના યુનિવર્સિટી રોડમાં મોડી રાતે સાધુ વાસવાણી કોર્નર પાસે અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને તેમના માતા જસુબા એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાડ્યા હતા. આ કારની ભયાનક ઠોકર લાગતા બંને ફૂટબોલની માફક ફંગોળાયા હતા. બંને ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં મહિલાનો પગ કપાઈ ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલક માતા-પુત્રને હડફેટે લીધા, ત્યારબાદ કારમાંથી ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉતરે છે અને સ્થાનિકો દોડી આવે છે. સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં યુનિવર્સિટી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત 4 તસવીરમાં જુઓ એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર મારીને ઉડાવ્યા. કારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક યુવતી ઉતર્યા પુત્રને ગંભીર ઈજા, માતાનો પગ કપાઈને દૂર પડ્યો જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાયા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડ પરથી એક સફેદ રંગની ફોર વ્હીલ કાર પૂરઝડપે પસાર થઇ રહી છે. બીજી તરફ એક્ટિવામાં માતા-પુત્ર આવી રહ્યા છે. એક્ટિવા સાથે કારની જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે રોડ પર પટકાય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કારચાલકો હતા અકસ્માત સર્જ્યા બાદ કાર થોડી આગળ જઈને ઊભી રહે છે અને તેમાંથી બે છોકરાઓ તથા બે છોકરીઓ નીચે ઉતરે છે. તેમજ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોની મદદે પહોંચે છે અને વિસ્તારમાં દોડાદોડી તથા અફરાતફરીનો માહોલ સર્જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અકસ્માત બાદ કારમાંથી બે યુવકો અને બે યુવતીઓ ઉતર્યા હતા. જેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોવાથી ગરબા રમીને પરત ફરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે હાલમાં યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કાર નંબર (GJ01RA6328)ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ગરબા આયોજનની 92માંથી 40 અરજી જ મંજૂર:50 ટકા ગરબા આયોજકોને ફાયર NOC-પોલીસ મંજૂરી મળી નથી, છેલ્લી ઘડીએ ફાયરના અધિકારીઓને તપાસ કરવી પડશે
    Next Article
    નવરાત્રીને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment