Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘેશ્વરી મંદિરે નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર:​ગિરનારની ગોદમાં આવેલા પ્રાચીન વાઘેશ્વરી મંદિરે આસો નવરાત્રિના પ્રથમ દિવસે માઈભક્તોની ભીડ, આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી.

    1 day ago

    ​આજથી આસો નવરાત્રિના પાવન પર્વનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલા અત્યંત પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને માતાજીના આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર તહેવાર નિમિત્તે વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ​અનેક ભક્તો માટે આ મંદિર અપાર આસ્થાનું કેન્દ્ર છે અને ઘણા શ્રદ્ધાળુઓ વર્ષોથી નવરાત્રિના નવે નવ દિવસ વહેલી સવારની આરતીનો લાભ લેવાનો નિત્યક્રમ ધરાવે છે. પ્રથમ નોરતાના પાવન અવસરે અલગ-અલગ ભક્તો અને આગેવાનોએ પોતાના અનુભવો અને ભાવનાઓ વ્યક્ત કરી હતી. ​કેશવ ચોટલિયાએ જણાવ્યું હતું કે આજથી મહાપર્વ શરૂ થાય છે અને નવદુર્ગાની આરાધનાનો પ્રારંભ થઈ રહ્યો છે. અમો પણ આપણા પરિવાર સાથે આજે વાઘેશ્વરી મંદિરથી દર્શન અને આરતીનો લાભ લઈને શરૂઆત કરી છે. જૂનાગઢના સર્વે માઈભક્તો પણ આજે વાઘેશ્વરી મંદિર ખાતે ખૂબ જ ભીડ વચ્ચે દર્શનનો લાભ લઈ રહ્યા છે. આજથી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે લોકો તથા ખાસ કરીને યુવાનો આ મહોત્સવમાં ખૂબ જ આનંદ અને માતાની આરાધના કરે છે. માતાજીને પ્રાર્થના કે આ યુવાનોને સારી આરાધના કરવાની પ્રેરણા આપે અને આ નવરાત્રિ દરમિયાન તમામ ભક્તોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય. ​ધવલ રાજપરાએ જણાવ્યું હતું કે આસો નવરાત્રિની માતાજીના પવિત્ર તહેવારોની શુભ શરૂઆત થઈ ચૂકી છે. વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. દર્શનાર્થી તરીકે સવારની પહેલી આરતીનો લાભ લઈને ખૂબ જ ધન્યતા અનુભવી છે. અમારો વર્ષોથી ક્રમ રહ્યો છે કે નવરાત્રિ દરમિયાન નવે નવ દિવસ સવારની વહેલી આરતી અને ત્રણેય આરતીનો લાભ લઈએ છીએ. આ ખૂબ સુંદર જગ્યા છે અને માતાજીના દર્શન કરીને અપાર આનંદ થાય છે. ​પ્રજ્ઞાબેન પુરોહિતે જણાવ્યું હતું કે જગતજનની માં શક્તિ સ્વરૂપા જગદંબાની નવરાત્રિના પાવન અવસરનો આજે પ્રથમ દિવસ છે. જૂનાગઢ સ્થિત વાઘેશ્વરી મંદિર ખૂબ જ પુરાણું મંદિર છે અને અનેક લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે.નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની આરતી અને દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. શક્તિ સ્વરૂપા માં સૌને સદ્બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરે એવી માના ચરણોમાં પ્રાર્થના, જય અંબે. ​રવિભાઈએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ પ્રાચીન અને ખૂબ જૂના મંદિરે દર્શન કરવા આવીએ છીએ. દસે દસ દિવસ નવરાત્રિમાં દર્શન કરવા માટે અહીં ખૂબ જ ભીડ હોય છે અને આજે અમે સવારની પહેલી આરતીનો લાભ લીધેલો છે. અહિંનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને હું જૂનાગઢનો છું તથા વર્ષોથી નિયમિત રીતે દર્શનાર્થે આવું છું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ બાદ સુરતની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં મોત:9 મહિનાની માસૂમ રમતા-રમતા ખાડામાં પડી ગઈ, દીકરી ગુમાવતા માતા આઘાતમાં; પરિવારમાં આક્રંદ
    Next Article
    નવસારીના 385 વર્ષ જૂના આશાપુરી મંદિરે ભક્તોનું ઘોડાપૂર:ગાયકવાડી શાસનકાળમાં નિર્માણ પામ્યું હતું;માર્કંડેય ઋષિ, ગણેશજી અને માં આશાપુરી એકસાથે બિરાજમાન એવું અનન્ય મંદિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment