Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ બાદ સુરતની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં મોત:9 મહિનાની માસૂમ રમતા-રમતા ખાડામાં પડી ગઈ, દીકરી ગુમાવતા માતા આઘાતમાં; પરિવારમાં આક્રંદ

    1 day ago

    ગઈકાલે(10 ઓક્ટોબર) અમદાવાદમાં 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી હતી. ત્યારબાજ આજે (11 ઓક્ટોબર) સુરતના પાંડેસરા જીઆઈડીસી સ્થિત રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર નજીક આવેલી ખુલ્લી ગટરના ખાડામાં પડી જતાં 8થી 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું નામ ગૌરી ઉર્ફે અમૃતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેના પિતાનું નામ બુદ્ધવિલાસ છે. દીકરી ગુમાવતા માતા ભારે આઘાતમાં અને શ્રમિક પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. કામ કરતી વખતે બાળકી રમતા રમતા ગટરમાં પડી ગઈ મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના વતની બુદ્ધવિલાસ રાધિકા પ્રિન્ટિંગ મિલમાં બોઈલર વિભાગમાં મજૂરી કામ કરે છે અને પરિવાર સાથે મિલ પરિસરમાં જ રહે છે. ઘટના અંગે બાળકીના પિતાએ કહ્યું હતું કે, સવારે 5 વાગ્યે બાળકી અન્ય બાળકો સાથે જાગી હતી. અન્ય બાળકો મોબાઈલ જોવામાં મગ્ન હતા, જેથી મને લાગ્યું કે બાળકી પણ ત્યાં જ બેઠી હશે. આ દરમિયાન હું પોતાના કામે વળગ્યો હતો. થોડી વાર બાદ બાળકી ન દેખાતાં શોધખોળ શરૂ કરી હતી. 15 મિનિટની શોધખોળ બાદ ગટરમાંથી મૃત બાળકી મળી પિતાએ વધુમાં કહ્યું કે, બાળકી ઘૂંટણભેર રમતી વખતે નજીકમાં આવેલી ગટરમાં પડી ગઈ હતી. આ ગટર આંશિક રીતે ઢાંકેલી હતી પરંતુ વચ્ચે જગ્યા ખુલ્લી રહી ગઈ હતી. આશરે 10થી 15 મિનિટ સુધી બાળકીની શોધખોળ કર્યા બાદ તે ગટરમાંથી મળી આવી હતી. તાત્કાલિક તેને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ કમનસીબે માસૂમ બાળકીનો જીવ બચી શક્યો નહોતો. પરિવારમાં કુલ 4 બાળકો હતા, મૃતક સૌથી નાની હતી મૃતક બાળકીના પિતાએ જણાવ્યું કે તેમને કુલ 4 બાળકો હતા, જેમાંથી બે દીકરીઓ અને એક દીકરો છે, જ્યારે આ માસૂમ ગૌરી ચોથી સંતાન હતી અને માત્ર 9 મહિનાની હતી. મિલ પરિસરમાં ગટર ખુલ્લી રાખવા બદલ પરિવારજનો દ્વારા બેદરકારીનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્રે આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી'ને પ્રજ્ઞાચક્ષુ બાળકી ગટરમાં ગરકાવ અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર આજે 10 ઓક્ટોબરે સાંજના ચાર વાગ્યે 9 વર્ષની બાળકી 20 ફૂટ ઉંડી ખુલ્લી ગટરમાં ખાબકી છે. રિક્ષામાંથી ઉતરીને માતા ભાડું ચૂકવતી હતી તે દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકી બે ડગલા પાછળ ચાલી અને ગટરમાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે અને બાળકીને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ વિજય સાથે મેટ્રોમાં મુસાફરી કરી:ચેન્નાઈમાં ટ્રેનના ફેઝ-2નું ઉદ્ઘાટન; વિધાનસભા ચૂંટણી બાદ તમિલનાડુની પ્રથમ મુલાકાત
    Next Article
    વાઘેશ્વરી મંદિરે નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર:​ગિરનારની ગોદમાં આવેલા પ્રાચીન વાઘેશ્વરી મંદિરે આસો નવરાત્રિના પ્રથમ દિવસે માઈભક્તોની ભીડ, આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment