Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના 385 તલાટીએ મહેસૂલી કામગીરી બંધ કરી:જોબચાર્ટ વિવાદને કારણે પંચાયત સિવાયની કામગીરી સ્થગિત

    3 days ago

    રાજ્યભરમાં ચાલી રહેલા જોબચાર્ટના વિવાદ વચ્ચે ભરૂચ જિલ્લાના 385 તલાટી-કમ-મંત્રીઓએ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહ્વાન બાદ 3 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ થયો છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાનના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ સતત સોંપવામાં આવે છે. સ્પષ્ટ જોબચાર્ટના અભાવે કામનો બોજ વધી રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. મેકવાને વધુમાં જણાવ્યું કે, વર્ષ 2022માં તલાટીઓની હડતાળ બાદ તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવા રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી હતી. જોકે, લાંબા સમય વીતી ગયા છતાં સમિતિના નિર્ણયોનો અમલ થયો નથી. તાજેતરમાં મહેસૂલી તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં, બંનેની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરાઈ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા સ્તરે તમામ તલાટી-કમ-મંત્રીઓને આ આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ આંદોલનના ભાગરૂપે,ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓના તલાટી-કમ- મંત્રીઓએ મામલતદારોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હકાભા ગઢવીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:જેતપર ખેડૂત આંદોલન વિવાદમાં સુરક્ષા માટે પોલીસ તૈનાત
    Next Article
    પાટણ LCBએ ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ ઝડપ્યું:બે આરોપીઓ શેરબ્રોકર બની રોકાણના નામે છેતરપિંડી કરતા પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment