Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત:યુનિવર્સિટી રોડ પર પુરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા એક્ટિવા સવાર માતા-પુત્ર ફંગોળાયા, મહિલાનો પગ કપાયો

    7 hours ago

    રાજકોટમાં અકસ્માતની એક ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક્ટિવા સવાર માતા-પુત્રને મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી કારે હડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં કારની ઠોકર લાગતા બંને ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં માતાનો પગ કપાયો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાને પગલે બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજંતા પાર્ક ખાતે રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ વિજયસિંહ તલાટીયા અને તેમના માતા જસુબા વિજયસિંહ તલાટીયા એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડનાં કોર્નર પર પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મહિલાનો પગ કપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે સ્થાનિકો દ્વારા 108 મારફત બંનેને તરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલ સારવાર ચાલુ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પરથી એક સફેદ રંગની ફોર વ્હીલ કાર પૂરઝડપે પસાર થઇ રહી છે. બીજીતરફ એક્ટિવામાં માતા-પુત્ર આવી રહ્યા છે. એક્ટિવા સાથે કારની જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે રોડ પર પટકાય છે. અકસ્માત સર્જ્યા બાદ કાર થોડી આગળ જઈને ઊભી રહે છે અને તેમાંથી બે છોકરાઓ તથા બે છોકરીઓ નીચે ઉતરે છે. તેમજ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોની મદદે પહોંચે છે અને વિસ્તારમાં દોડાદોડી તથા અફરાતફરીનો માહોલ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ કારમાંથી બે યુવકો અને બે યુવતીઓ ઉતર્યા હતા. જેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોવાથી ગરબા રમીને પરત ફરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે હાલમાં યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કાર નંબર (GJ01RA6328) ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રોટરી ક્લબે નવરાત્રીમાં બાળાઓને પાણીપુરી ખવડાવી:જલારામ નમકીનના સહયોગથી ફ્રી ટ્યુશન ક્લાસમાં કરાઈ અનોખી ઉજવણી
    Next Article
    પહેલા નોરતે ભદ્રકાળી મંદિર 'જય અંબે'ના નાદથી ગુંજ્યું:લાલદરવાજાના ભદ્રકાળી મંદિરે હજારો ભક્તો ઉમટ્યા, ચુસ્ત સુરક્ષા સાથે દર્શનની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment