Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા નોરતે ભદ્રકાળી મંદિર 'જય અંબે'ના નાદથી ગુંજ્યું:લાલદરવાજાના ભદ્રકાળી મંદિરે હજારો ભક્તો ઉમટ્યા, ચુસ્ત સુરક્ષા સાથે દર્શનની વ્યવસ્થા

    7 hours ago

    આજથી પવિત્ર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતાં જ અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય હોવાથી વહેલી સવારની મંગળા આરતીથી જ માઈભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય અંબે' અને 'મા અંબે'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. ભક્તો માટે સુગમ દર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી આવતા હજારો ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભીડનું યોગ્ય વ્યવસ્થાપન જાળવવા માટે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ-અલગ બેરિકેડિંગ લાઈનો બનાવવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. વહેલી સવારે વિશેષ આરતી, સુખ-શાંતિની પ્રાથના પ્રથમ નોરતે વહેલી સવારે માતાજીના વિશેષ શ્રૃંગાર સાથે ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ માતાજીના ચરણોમાં શીશ નમાવીને પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત:યુનિવર્સિટી રોડ પર પુરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા એક્ટિવા સવાર માતા-પુત્ર ફંગોળાયા, મહિલાનો પગ કપાયો
    Next Article
    Is Finland Really the Happiest Country?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment