Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના દામોદર કુંડમાં પવિત્ર શનિ અમાસે ભક્તોનું ઘોડાપૂર:સર્વપિતૃ અમાસ અને શનિવારનો દુર્લભ સંયોગ; તર્પણનું વિશેષ મહત્ત્વ

    17 hours ago

    શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે સર્વપિત્રી અમાસ અને શનિવારના વિશેષ સંયોગ એટલે કે 'શનિ અમાસ' નિમિત્તે ભાવિક ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પિતૃઓના મોક્ષ, તર્પણ અને પવિત્ર સ્નાન માટે વહેલી સવારથી જ દામોદર કુંડ તીર્થક્ષેત્ર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શનિ અમાસના આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ કરવાથી પિતૃઓની સાથે શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થતાં હોવાની ગાઢ અશ્રદ્ધાને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પવિત્ર સ્નાન, પિતૃપૂજન અને જળ અર્પણની વિધિ સંપન્ન મોટી સંખ્યામાં આવેલ ભાવિકોએ દામોદર કુંડના પવિત્ર જળમાં સ્નાન કરી પિતૃઓના મોક્ષ અને કુટુંબની અક્ષય સુખ-શાંતિ માટે વિધિવત પિતૃપૂજન કર્યું હતું. આ ઉપરાંત ભક્તોએ તુલસી માતા તેમજ પીપળાના વૃક્ષે જળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. રાજકોટ સહિત રાજ્યભરમાંથી આવેલા યાત્રાળુઓએ આ ધાર્મિક પર્વનો લાભ લઈ પિતૃઓ પાસે સર્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. પિતૃઓ પ્રસન્ન થતાં સર્વ દેવોના આશીર્વાદ મળે છે દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શ્રાદ્ધ પક્ષની પૂર્ણતા પર શનિવાર અને અમાસનો ખાસ સંયોગ રચાવો તે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ જો પિતૃઓ તૃપ્ત અને પ્રસન્ન થાય તો શનિદેવ સહિતના તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. આ પુણ્યશાળી દિવસે વિધિવત પિતૃ તર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે, જેને પગલે હજારો ભક્તોએ કુંડ પર પહોંચી પુણ્ય ભાથું બાંધ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 690 કરોડનું બિટકોઇન કૌભાંડ:ટ્યુશન સંચાલકમાંથી ઠગ બનેલા દિવ્યેશ દરજીની ધરપકડ, ED કોર્ટે 14 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
    Next Article
    છોટા ઉદેપુરમાં લોટના કોથળાની આડમાં દારૂ ઝડપાયો:LCBએ 10.52 લાખનો વિદેશી દારૂ સાથે 2 આરોપીને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment