Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં લોટના કોથળાની આડમાં દારૂ ઝડપાયો:LCBએ 10.52 લાખનો વિદેશી દારૂ સાથે 2 આરોપીને ઝડપ્યા

    16 hours ago

    છોટા ઉદેપુર જિલ્લા LCBએ રંગપુર નાકા પાસેથી એક આઇસર ટ્રકમાંથી ઘઉંના લોટના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ પકડ્યો છે. પોલીસે 10.52 લાખ રૂપિયાનો દારૂ અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા LCBને બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં લોટના કોથળા નીચે દારૂ લઈ જવાય છે. આથી ટીમે રંગપુર નાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ LCBએ તેને અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પકડી પાડ્યા હતા. ટ્રકની તપાસ કરતા 4070 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ, આઇસર ટ્રક, 3900 કિલો ઘઉંનો લોટ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 20.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં માધુસિંહ ભુવાનસિંહ અવાસીયા અને સચિન વેસ્તા બધેલ (બંને અલીરાજપુરના રહેવાસી) સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના દામોદર કુંડમાં પવિત્ર શનિ અમાસે ભક્તોનું ઘોડાપૂર:સર્વપિતૃ અમાસ અને શનિવારનો દુર્લભ સંયોગ; તર્પણનું વિશેષ મહત્ત્વ
    Next Article
    Vadodara RTO Office | વડોદરા RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોની હાલત કફોડી |Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment