Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 690 કરોડનું બિટકોઇન કૌભાંડ:ટ્યુશન સંચાલકમાંથી ઠગ બનેલા દિવ્યેશ દરજીની ધરપકડ, ED કોર્ટે 14 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

    17 hours ago

    દેશભરમાં ભારે ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં અગાઉ સામાન્ય ટ્યુશન ક્લાસીસ ચલાવતા અને બાદમાં ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી અબજો રૂપિયા પડાવી લેનારા દિવ્યેશ દરજીને સ્પેશિયલ ED કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતમાં સરકારી પક્ષ અને ED દ્વારા અંદાજે ₹690 કરોડના જંગી કૌભાંડ અને 6,994 બિટકોઇનની હેરાફેરીની રજૂઆત કરવામાં આવી હતી. ED દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેની સામે નામદાર સ્પેશિયલ ED કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીના બુધવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 2024માં કોઈન વેચી પરિવારમાં નાણાં વહેંચ્યાનો EDનો દાવો કોર્ટ કાર્યવાહી દરમિયાન EDએ રજૂઆત કરી હતી કે વર્ષ 2019માં આરોપી સામે ECIR નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજી પુરાવા પરથી નવી ચોંકાવનારી હકીકત સામે આવી છે કે વર્ષ 2024માં કેટલાક બિટકોઇન ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા અને તેમાંથી આવેલી રકમ આરોપીએ પોતાના પરિવારના સભ્યોમાં વહેંચી દીધી હતી. હાલ આ મામલે 6,994 બિટકોઇન સંબંધિત આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાં સગેવગે કરાયા હોવાની આશંકાએ એજન્સીએ આકરી પૂછપરછ માટે કસ્ટડી માગી હતી. કરોડોનું કૌંભાડ કરનાર ટ્યુશન ક્લાસિસ ચલાવતો દિવ્યેશ દુબઈ ભાગ્યો આરોપી દિવ્યેશ દરજીની પ્રોફાઇલ તપાસતાં સામે આવ્યું છે કે તે અગાઉ સામાન્ય ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. ત્યારબાદ રાતોરાત અમીર બનવાના લોભમાં તેણે બિટકોઇનના કારોબારમાં ઝંપલાવ્યું હતું. તેણે ગુજરાત સહિત દેશભરના હજારો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આ સમગ્ર કૌભાંડ આશરે ₹2,000 કરોડ સુધી પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે. રોકાણકારોના નાણાં ડૂબી જતાં પોલીસ ફરિયાદો નોંધાઈ હતી, જેના પગલે તે લાંબો સમય દુબઈમાં આસરો લઈને સંતાતો ફરતો હતો. અગાઉ વર્ષ 2018માં CID ક્રાઇમ દ્વારા પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. '2018માં ચાર્જશીટ થઈ ચૂકી છે, 11 વખત હાજર રહી તપાસમાં પૂરો સહકાર આપ્યો' બીજી તરફ આરોપી દિવ્યેશ દરજીના બચાવ પક્ષે હાજર રહેલા વકીલ કેતન રેશમવાલાએ રિમાન્ડ અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસમાં વર્ષ 2018માં CID ક્રાઇમ દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. નામદાર કોર્ટે જે-તે સમયે ચાર્જ પણ ફ્રેમ કરી દીધા છે અને તમામ દસ્તાવેજી પુરાવા કોર્ટના રેકોર્ડ પર ઉપલબ્ધ છે. ચાર્જશીટ દાખલ થયા બાદ પણ ED દ્વારા જ્યારે જ્યારે સમન્સ પાઠવવામાં આવ્યા, ત્યારે આરોપી 11 વખત એજન્સી સમક્ષ હાજર રહ્યો છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. '72 કલાકની રેડમાં કશું ન મળ્યું, તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા' બચાવ પક્ષના એડવોકેટ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, "ED દ્વારા ફેબ્રુઆરી 2023માં અમારે ત્યાં સતત 72 કલાક સુધી સર્ચ ઓપરેશન અને રેડ કરવામાં આવી હતી. આટલા લાંબા સમયની તપાસ છતાં અમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી કોઈ પણ વાંધાજનક પુરાવા મળી આવ્યા નથી. ED દ્વારા મૂકવામાં આવેલા તમામ નવા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને રિમાન્ડ અરજી નામંજૂર થવી જોઈએ." જોકે, અદાલતે બંને પક્ષોની દલીલો ધ્યાને રાખી બુધવાર સાંજ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. મેટર સબ-જ્યુડિસ હોવાથી મુખ્ય સૂત્રધાર જાહેર કરાયો નથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અંગે પૂછાયેલા સવાલના જવાબમાં વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, રિમાન્ડ રિપોર્ટમાં હાલ કોઈ ચોક્કસ વ્યક્તિને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ ઘણા આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે. બિટકોઇનના માલિકો અને અન્ય સંચાલકો સામે પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સમગ્ર મામલો હાલ નામદાર કોર્ટ સમક્ષ સબ-જ્યુડિસ હોવાથી અન્ય આરોપીઓ અંગે વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન ED વધુ કડીઓ મેળવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવનિતભાઈ કુંડારિયાની વરણી:લજાઈમાં યોજાયેલી બેઠકમાં હિતેશભાઈ ભીમાણી ઉપપ્રમુખ બન્યા, મોરબી જિલ્લાના હોદ્દેદારો પણ નિમાયા
    Next Article
    જૂનાગઢના દામોદર કુંડમાં પવિત્ર શનિ અમાસે ભક્તોનું ઘોડાપૂર:સર્વપિતૃ અમાસ અને શનિવારનો દુર્લભ સંયોગ; તર્પણનું વિશેષ મહત્ત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment