Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો ગાર્ડન અને નહેરુનગર બજારોમાં ખરીદી માટે ભીડ જામી:નવરાત્રિના એક દિવસ પહેલાં ચણિયાચોળી અને જ્વેલરી લેવા પડાપડી

    8 hours ago

    આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવાર શરૂ થવામાં માત્ર એક જ દિવસ બાકી હોવાથી શહેરના બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને અમદાવાદ જ નહીં પરંતુ બહારગામથી એટલે કે ગુજરાતની બહારથી પણ લોકો નવરાત્રી કરવા માટે અને ખરીદી કરવા માટે અમદાવાદમાં આવ્યા છે. પણ ઘણા લોકો આ નવરાત્રી ઉજવવા માટે અમદાવાદ આવ્યા છે. શહેરના લો ગાર્ડન અને નહેરુનગર જેવા પ્રખ્યાત બજારોમાં યુવતીઓ અને મહિલાઓ કપડાં અને દાગીના ખરીદતી નજરે પડી રહી છે. નવરાત્રીના આગલા દિવસ બજારમાં ખરીદી માટે ભારે ભીડ બજારમાં અત્યારે સૌથી વધુ માંગ ચણિયાચોળી અને તેની સાથે પહેરવાની જ્વેલરીની જોવા મળી રહી છે. દુકાનોમાં ભારે ભીડ વચ્ચે દરેક જણ પોતાના માટે સૌથી સુંદર ડ્રેસ પસંદ કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે. નવરાત્રીના આગલા દિવસની આ ખરીદી અને રોનક જણાવી દે છે કે અમદાવાદના લોકોમાં ગરબાને લઈને કેટલો બધો ક્રેઝ છે. હવે બધા જ ખેલૈયાઓ ગરબા રમવા માટે બધી જ તૈયારીઓ પૂરી કરીને એકદમ તૈયાર થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં નવરાત્રિ પૂર્વ બજારોમાં ગરબા અને પૂજાપાની ખરીદી માટે ભીડ:માટીના ફેન્સી,પરંપરાગત ગરબાના ઉત્પાદનમાં ધમધમાટ; મોંઘવારી છતાં ખેલૈયાઓમાં ઉત્સાહ અકબંધ
    Next Article
    બોટાદમાં કાંશીરામના પરિનિર્વાણ દિવસે બાળકોને ચોપડા-બોલપેન અપાયા:આંબેડકર ચોક ખાતે 100 થી 200 બાળકોને વિતરણ કરાયું, યુવા આગેવાનો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment