Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી યુવાને અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું:આંબાબારીના રણજીતે 100 મીટરમાં ગોલ્ડ-200 મીટરમાં સિલ્વર મેળવ્યો

    5 days ago

    વાંસદા હોમગાર્ડ જવાનો વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં આંબાબારી (વાંસદા) ગામના આદિવાસી યુવા રણજીતભાઈએ પોતાની અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી સફળતા મેળવી છે. કઠિન સ્પર્ધા હોવા છતાં રણજીતભાઈએ અંત સુધી પોતાની ગતિ જાળવી રાખી અને વિજય હાંસલ કર્યો હતો. તેમની આ સિદ્ધિ પાછળ સતત પ્રેક્ટિસ અને મજબૂત મનોબળનું મહત્વપૂર્ણ યોગદાન છે. આંબાબારીમાં રણજીતભાઇની જીતને લઈ આનંદનો માહોલ છે. ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. વાંસદા પીઆઇ જે.વી.ચાવડા અને જિલ્લા હોમગાર્ડ યુનિટના અધિકારી સતીશ બોરશેએ શુભેછા પાઠવી હતી. રણજીતભાઈ ભોંયેની આ સફળતા આદિવાસી વિસ્તાર ગૌરવની ક્ષણ બની છે.
    Click here to Read More
    Previous Article
    6.54 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો:સમરોલી બ્રિજ પાસે દારૂનો ‎જથ્થો ભરેલી કાર પકડાઇ‎
    Next Article
    રસ્તાના કામોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ:ડુંગરાળ વિસ્તારમાં ગટરકામ વગર આડેધડ રસ્તાઓ બનાવી દેવાયાનો ગ્રામજનોનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment