Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં નવરાત્રિ પૂર્વ બજારોમાં ગરબા અને પૂજાપાની ખરીદી માટે ભીડ:માટીના ફેન્સી,પરંપરાગત ગરબાના ઉત્પાદનમાં ધમધમાટ; મોંઘવારી છતાં ખેલૈયાઓમાં ઉત્સાહ અકબંધ

    11 hours ago

    માં આદ્યાશક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી ભાવનગરમાં ઉજવણી માટેનું આખરી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કુંભારવાડાથી લઈને શહેરની મુખ્ય બજારોમાં માટીના પરંપરાગત તથા ડિઝાઈનર ગરબા, રંગબેરંગી ચણીયાચોળી, આભૂષણો અને પૂજાપાના સામાનની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. સમય બદલાવા છતાં અને મોંઘવારીનો મારો હોવા છતાં નાગરિકોમાં નવરાત્રિનો ઉત્સાહ અને માતાજીની ભક્તિનો માહાત્મ્ય અકબંધ જોવા મળી રહ્યો છે. માટીના ગરબાના ઉત્પાદન કેન્દ્રોમાં આખરી ઓપ ભાવનગરના કુંભારવાડા, રૂવાપરી રોડ, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં માટીના ગરબા બનાવતા શ્રમિક પરિવારોમાં છેલ્લા એક માસથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિધિવત ઘટસ્થાપન માટે માટીના ગરબાનું વિશેષ મહત્વ હોવાથી બજારમાં રૂ.25 થી લઈને રૂ.150 સુધીના સાદા અને ફેન્સી ગરબાનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત પીરછલ્લા શેરી અને વોરાબજાર જેવા વેપારી મથકોએ પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાંની ખરીદી માટે યુવાધન ઉમટી પડ્યું છે. કાચા માલના ભાવ વધતાં આભૂષણો અને વસ્ત્રોના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. દાંડિયારાસની ઓસરતી પરંપરા જીવંત રાખવા અપીલ બીજી તરફ, સમય જતાં નવરાત્રિની ઉજવણી શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. અગાઉ શેરી-મહોલ્લાઓમાં રંગબેરંગી લાકડાના દાંડિયાથી રમાતા રમઝટભર્યા દાંડિયારાસનો ક્રેઝ હવે આધુનિક ગરબાની સરખામણીએ ઓછો થઈ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બજારમાં રૂ.40 થી રૂ.120 માં દાંડિયા ઉપલબ્ધ હોવા છતાં જૂની પરંપરા ધીમે ધીમે ઓસરી રહી છે. આવનારી પેઢી આ લોકસંસ્કૃતિથી વંચિત ન રહે તે માટે સોસાયટી અને શેરી કક્ષાએ પરંપરાગત દાંડિયારાસનું આયોજન કરી સંસ્કૃતિ જીવંત રાખવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મેકિંગ એ ડિફરન્સ ગ્રુપે ગરબા મહોત્સવ યોજી સેવા માટે ફંડ:ઓગણજમાં 500થી વધુ વિદ્યાર્થીઓની ફી ભરાશે, પક્ષી-વિદ્યાર્થીઓને મદદ કરાશે
    Next Article
    લો ગાર્ડન અને નહેરુનગર બજારોમાં ખરીદી માટે ભીડ જામી:નવરાત્રિના એક દિવસ પહેલાં ચણિયાચોળી અને જ્વેલરી લેવા પડાપડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment