Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણીમાં મહિલાઓ 'સાયલન્ટ કિંગમેકર' સાબિત થશે!:ભાજપ કોંગ્રેસ માટે સામસામે મતદાન વધારવાનો જંગ જેટલો જ પડકાર, વસ્તી અને મતદારોની અસમાનતાનું રાજકારણ કોને નડશે?

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે અત્યંત નિર્ણાયક અને રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગના સત્તાવાર ડેટા અને એસઆઈઆર SIR પછી જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદીના આંકડાઓ એક રસપ્રદ રાજકીય ચિત્ર રજૂ કરી રહ્યા છે. કાગળ પરની વસ્તી અને જમીન પરના વાસ્તવિક મતદારો વચ્ચેનો તફાવત તથા ગત ત્રણ ચૂંટણીઓનો 56 ટકા આસપાસનો સરેરાશ મતદાન ટ્રેન્ડ રાજકીય સમીકરણો બદલવા માટે પૂરતો છે. આ વખતે એસઆઈઆર પછી યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણી હોવાથી રાજકીય પક્ષો માટે માત્ર જીત મેળવવી જ નહીં પરંતુ નિરસતા તોડીને મતદાનની ટકાવારી ઊંચી લાવવી એ સૌથી મોટો અગ્નિપરીક્ષા સમાન પડકાર બન્યો છે. આ વોર્ડ્સ સૌથી મોટા હોવાથી 'ખેલ પાડનાર' સાબિત થશે ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠકો છે, જ્યાં કુલ વસ્તી 3,24,885 છે, જ્યારે એસઆઈઆર પછીની પ્રાથમિક મતદાર યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 2,58,918 થઈ છે. આંકડાકીય દ્રષ્ટિએ વોર્ડ નં. 11 માં વસ્તી 28,632 સામે વાસ્તવિક મતદારો 34,738 છે, વોર્ડ નં. 8 માં વસ્તી 30,358 સામે મતદારો 33,731 છે અને વોર્ડ નં.10 માં વસ્તી 30,740 સામે મતદારો 31,688 નોંધાયા છે. આ વોર્ડ્સ કદ અને મતદારોની બાબતમાં સૌથી મોટા હોવાથી 'ખેલ પાડનાર' સાબિત થશે. ચૂંટણી જીતવા માટે આ મોટા વોર્ડ્સ પર પકડ જમાવવી પડે બીજી તરફ વોર્ડ નં. 3 માં વસ્તી 27,434 સામે મતદારો માત્ર 15,615 છે અને વોર્ડ નં. 5 માં વસ્તી 31,147 હોવા છતાં મતદારો માત્ર 13,303 જ છે.આ અસંતુલિત આંકડાઓ સીધી રીતે રાજકારણને પ્રભાવિત કરશે. વોર્ડ નં. 8, 9, 10 અને 11 માં મતદારોની સંખ્યા ઘણી મોટી હોવાથી ચૂંટણી જીતવા માટે આ મોટા વોર્ડ્સ પર પકડ જમાવવી અનિવાર્ય છે. ઉમેદવારની પસંદગી પક્ષો માટે ખૂબ જ સંવેદનશીલ બની હતી અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયા કે રસાકસીભરી ટક્કર જોવા મળશે. વસ્તી અને મતદારો વચ્ચેના આ તફાવતને કારણે પક્ષોએ ઘર-ઘર સંપર્ક અભિયાન અને સોસાયટી બેઠકોની વ્યૂહરચના બદલવી પડી છે. કુલ 44 બેઠકોમાંથી 27 બેઠકો અનામત અને 17 બેઠકો સામાન્ય છે. અનામત બેઠકો ધરાવતા મોટા વોર્ડ્સમાં ઉમેદવારની પસંદગી પક્ષો માટે ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. અગાઉની ત્રણ ચૂંટણીમાં સરેરાશ મતદાન 56%ની આસપાસ રહ્યું આ ચૂંટણીનું સૌથી મોટું પાસું મતદાનની ટકાવારી અને એસઆઈઆર પછીની સ્થિતિ છે. ગાંધીનગરમાં અગાઉની ત્રણ ચૂંટણીઓમાં સરેરાશ મતદાન 56%ની આસપાસ જ રહ્યું છે. 2021ની ચૂંટણીમાં વોર્ડવાર મતદાનમાં 25% સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો, જ્યાં વોર્ડ 7માં 67% જ્યારે વોર્ડ 5માં માત્ર 42% જ મતદાન થયું હતું. અગાઉની યાદીઓમાં મૃત્યુ પામેલા કે સ્થાનાંતરિત થયેલા મતદારોના નામ હોવાના કારણે મતદાનની ટકાવારી નીચી રહેતી હતી. મહિલાઓ 'સાયલન્ટ કિંગમેકર' સાબિત થશે પરંતુ હવે SIR પછી આવા તમામ નામો દૂર થવાથી વાસ્તવિક મતદારો જ રહ્યા છે.જેના કારણે આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.વધુમાં કુલ 2,58,918 મતદારોમાંથી 1,32,031 પુરુષ અને 1,26,878 મહિલા મતદારો છે. મહિલાઓની આ મજબૂત ઉપસ્થિતિ સાબિત કરે છે કે ગાંધીનગરની આ જંગમાં મહિલાઓ 'સાયલન્ટ કિંગમેકર' સાબિત થશે. ગણતરીના કલાકોમાં હવે વ્યક્તિગત સંપર્ક અને મતદાનના દિવસે મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે સંગઠનાત્મક તાકાતની કસોટી થવાની છે. આ ચૂંટણી માત્ર બેઠકોની લડાઈ નથી પરંતુ વસ્તીના ગણિત, અનામતની જાળ અને મતદાન વધારવાની મથામણ વચ્ચેનો અસલી રાજકીય ખેલ છે.
    Click here to Read More
    Previous Article
    નવલાં નોરતાંની તૈયારીને આખરી ઓપ:નવરાત્રિ પૂર્વ ભાવનગરની બજારોમાં રોનક જોવા મળી, લોકો ગરબા, ચણીયા ચોળી અને પૂજાપાના સામાનની ખરીદી કરતા જોવા મળ્યા
    Next Article
    સરકારી કાર્યક્રમોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેનારાઓ પર CMની ટકોર:રાજકોટમાં 136 ગ્રામહાટના લોકાર્પણ પ્રસંગે કહ્યું - સરકારી સહાયની જાહેરાત સાંભળો તો તકલીફમાં 0% લોન, આયુષ્યમાન કાર્ડ માટે દોડાદોડી ન થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment