Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કાર્યક્રમોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેનારાઓ પર CMની ટકોર:રાજકોટમાં 136 ગ્રામહાટના લોકાર્પણ પ્રસંગે કહ્યું - સરકારી સહાયની જાહેરાત સાંભળો તો તકલીફમાં 0% લોન, આયુષ્યમાન કાર્ડ માટે દોડાદોડી ન થાય

    1 day ago

    રાજકોટમાં સખી મંડળ દ્વારા સંચાલિત 136 ગ્રામહાટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ બહેનોને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી. જોકે આ દરમિયાન તેમણે મોબાઈલના વધતા ઉપયોગ અંગે ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારી સહાયનો કાર્યક્રમ હોય ત્યારે મોટાભાગના લોકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે અને જ્યારે હકીકતમાં તકલીફ પડે ત્યારે કઈ બેંક 0 ટકા વ્યાજે લોન આપે છે?, ગરીબી આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે નિકળે છે. જેથી આ પ્રકારના કાર્યક્રમમાં ધ્યાન આપવા અપીલ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીના અહીંયા એકત્રિત થયેલી સૌ માતૃશક્તિ બહેનોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે જ જણાવ્યું હતું કે, જાહેર જનતા માટેના જાહેર કાર્યક્રમો હોય, એની અંદર એમઓયુ થતા હોય, સરકારી યોજના જાહેર થતી હોય ત્યારે લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. જ્યારે ખરેખર કઈ તકલીફ પડે તો કઈ બેંક ઝીરો ટકા વ્યાજે લોન આપવાની છે? એ નામ જ આપણને ખબર ન હોય અને પછી આપણે દોડા દોડ કરતા હોઈએ છીએ. ભારતમાં અઢી લાખ જેટલા સખી મંડળોની 30 લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યથી આર્થિક આવક મેળવતી થઈ છે. આ બહેનો પોતાનો વ્યવસાય વધારે નવા બજારો સુધી પહોંચે તેમજ અન્ય બહેનોને પણ રોજગારી આપે અને મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધે તેવો સરકારનો અભિગમ છે. આ માટે નાણાની કોઈ કમી ન રહે તેવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ માટે ગત વર્ષથી આવી 800 કરોડની સહાય સરકારે આપી છે અને આવનારા વર્ષોમાં આનાથી અનેક ગણી વધારે સહાય તમને અમે આપવા માટે તૈયાર છીએ. તમારે જ્યારે જરૂર પડે ત્યારે અમારામાંથી કોઈનો પણ સંપર્ક કરજો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજ્યની માતા અને બહેનોએ અપાર આશીર્વાદ વરસાવ્યા છે. આ આશીર્વાદ અને જન જનતાના પ્રચંડ સમર્થનથી તેમણે વર્ષ 2014થી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે. ત્રિપલ તલાક જેવા અન્યાયી કાયદાઓ ઈતિહાસ બની ચૂક્યા છે. દેશની મહિલાઓને આર્થિક આત્મનિર્ભર બનાવવા માટે 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિઓ વડાપ્રધાનના વિઝન, સખી મંડળની મહેનત અને બહેનોની હિંમતનું પરિણામ છે. આજે થયેલી પહેલો ગ્રામીણ ગુજરાતનું આવનાર સમયની સમૃદ્ધિનો પાયો બનશે. નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047નો સંકલ્પ સાકાર કરવા માટે આપણને એક નવો મંત્ર આપ્યો છે. "વી વિલ ડૂ ઈટ”. નારી શક્તિના કૌશલ્ય, મહેનત અને અદભુત ઈચ્છા શક્તિને યોગ્ય દિશા દર્શન અને પ્રેરણા આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની ચૂંટણીમાં મહિલાઓ 'સાયલન્ટ કિંગમેકર' સાબિત થશે!:ભાજપ કોંગ્રેસ માટે સામસામે મતદાન વધારવાનો જંગ જેટલો જ પડકાર, વસ્તી અને મતદારોની અસમાનતાનું રાજકારણ કોને નડશે?
    Next Article
    Uttarakhand Flood News | ઉત્તરાખંડમાં ભર'પૂર | Flood | Heavy Rain | Monsoon | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment