Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવલાં નોરતાંની તૈયારીને આખરી ઓપ:નવરાત્રિ પૂર્વ ભાવનગરની બજારોમાં રોનક જોવા મળી, લોકો ગરબા, ચણીયા ચોળી અને પૂજાપાના સામાનની ખરીદી કરતા જોવા મળ્યા

    16 hours ago

    દાંડીયા સાથે રાસ રમવાની પરંપરા લુપ્ત થવાને આરે માં આદ્યાશક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી ભાવનગરમાં ઉજવણી માટેનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. કુંભારવાડાથી લઈને શહેરની મુખ્ય બજારોમાં માટીના ગરબા, ડિઝાઈનર ગરબા, પરંપરાગત ચણીયાચોળી અને રંગબેરંગી દાંડિયાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. સમય બદલાતા અને મોંઘવારીનો માર હોવા છતાં, નવરાત્રિના ઉત્સાહ અને માતાજીની ભક્તિના માહાત્મ્યમાં લોકક્રેઝ અકબંધ જોવા મળી રહ્યો છે. માં આદ્ય શકિતના નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે લોકોઓ તૈયારીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને લોકો માટીના ગરબા, ડિઝાનર ગરબા, બજારમાં ચણીયા ચોળી, દાંડિયા, માતાજીની શણગાર, ફુલહાર સહિતની વિવિધ વસ્તુઓ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, શહેરના વિવિધ વિસ્તારોઓમાં કુંભારવાડા, રૂવાપરી રોડ, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિત જિલ્લામાં ચોમેર માટીના ગરબાના ઉત્પાદન કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એકાદ માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. તૈયાર ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ વિક્રેતાઓ હોલસેલના ભાવે અંદાજે રૂા.25 થી લઈને રૂા.150 આસપાસના એક લેખે સાદા અને ફેન્સી ગરબા ખરીદે છે. ભાવનગર શહેર અને જિલ્લાના યુવાધનને સૌથી વધુ આકર્ષતા નવરાત્રિના આગવા આકર્ષણરૂપ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર સહિતની બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મટીરીયલ્સના ભાવમાં વધારો થતા નવરાત્રિના વસ્ત્ર અને આભૂષણોના ભાવમાં પણ 10 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. તેમ છતાં પણ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી.... શહેરમાં ગરબાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક સમયે નવરાત્રી દરમિયાન શેરી-મહોલ્લા અને સોસાયટીઓમાં નાના-મોટાથી લઈને વડીલો સુધી સૌ રંગબેરંગી લાકડાના દાંડિયા સાથે દાંડિયારાસ રમતા જોવા મળતા હતા. જોકે, સમયની સાથે નવરાત્રીની ઉજવણીની રીતમાં પણ મોટો બદલાવ આવ્યો છે હાલ બજારમાં વિવિધ પ્રકારના રંગબેરંગી લાકડાના દાંડિયા ઉપલબ્ધ છે, જેના ભાવ અંદાજે રૂ.40થી રૂ.120 સુધી જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં દાંડિયા ખરીદવાની જૂની પરંપરા આજે પણ જોવા મળે છે, પરંતુ અગાઉની સરખામણીએ દાંડિયારાસનો ક્રેઝ ઓછો થયો હોવાનું વેપારીઓ અને પરંપરાગત ગરબા સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે. આધુનિક ઉજવણી સાથે નવરાત્રીનો રંગ અને ઉત્સાહ યથાવત્ છે, પરંતુ જૂની પેઢી સાથે જોડાયેલી દાંડિયારાસની પરંપરા ધીમે ધીમે ઓસરતી જાય છે. આગામી પેઢી સુધી આ લોકપરંપરા જીવંત રહે તે માટે શેરી અને સોસાયટી કક્ષાએ પરંપરાગત દાંડિયારાસનું આયોજન થાય તો નવરાત્રીની જૂની સંસ્કૃતિને ફરીથી જીવંત કરી શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    CJPનો નવો હીરો અજિંક્ય શિંદે હવે આંદોલન ચલાવશે:દીપકેની ધરપકડ પછી સામે આવ્યો પ્રી-રેકોર્ડેડ વીડિયો; એક હજાર લોકો કસ્ટડીમાં
    Next Article
    મનપાની ચૂંટણીમાં મહિલાઓ 'સાયલન્ટ કિંગમેકર' સાબિત થશે!:ભાજપ કોંગ્રેસ માટે સામસામે મતદાન વધારવાનો જંગ જેટલો જ પડકાર, વસ્તી અને મતદારોની અસમાનતાનું રાજકારણ કોને નડશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment