Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરની શ્રદ્ધાંજલિ સભા:પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ પહોંચ્યા, જેની ઠુમરની આંખોમાં પિતાનો ખાલીપો

    3 days ago

    ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરનું બે દિવસ પહેલા બીમારી બાદ અવસાન થયું હતું. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષમાં શોકનો માહોલ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઠુમર પરિવારને સાંત્વના આપવા માટે પૂર્વ ધારાસભ્ય વસોયા અને અન્ય પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા, પૂર્વ સાંસદ રમેશ ધડુક, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને સાંસદ ભરત સુતરીયા પણ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે વિરજીભાઈના અવસાનથી કોંગ્રેસ પક્ષને મોટી ખોટ પડી છે. તેમણે કાર્યકરથી નેતા સુધીની સફર ખેડી હતી અને સમાજના દરેક વર્ગના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ખેડૂતોના દેવા માફી, ખાતરની અછત અને કમોસમી વરસાદ જેવા મુદ્દાઓ વિધાનસભા અને સંસદમાં ઉઠાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના ભાવિક સોલંકીએ ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડલ જીત્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 61મા પદવીદાન સમારંભમાં ઝાલાવાડ અને વણકર સમાજનું ગૌરવ વધાર્યું
    Next Article
    ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ:20 ટકા અનામત સાથે હવે લેખિત પરીક્ષા નહીં આપવી પડે, હર્ષ સંઘવીની સુરતમાં જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment