Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ:20 ટકા અનામત સાથે હવે લેખિત પરીક્ષા નહીં આપવી પડે, હર્ષ સંઘવીની સુરતમાં જાહેરાત

    3 days ago

    ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગમાં ભરતી માટે રાજ્ય સરકારે વધુ એક મોટી રાહત આપી છે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે. અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. 20 ટકા અનામતનો લાભ યથાવત્ રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે, જેમણે ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે. 9 ઓક્ટોબરના સુધારામાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ ઉમેરાઈ ગૃહ વિભાગે જાહેર કરેલા નવા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. "ગુજરાત પોલીસના ખભે ખભા મિલાવીને કામ કરશે અગ્નિવીરો" - હર્ષ સંઘવી આ નિર્ણયથી થનારા લાભ અંગે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "દેશની સુરક્ષા માટે યુવાન કાળમાં સીમાઓ ઉપર જે અગ્નિવીરોએ રાત-દિવસ કામ કર્યું હોય, તે પોલીસ બેડાને મજબૂત કરવામાં ગુજરાત પોલીસના ખભે ખભા મિલાવીને આવનારા દિવસોમાં કામ કરવા માટે મદદગાર થઈ શકશે." તેમણે ઉમેર્યું હતું કે સરહદ પર કઠોર પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા યુવાનોના અનુભવનો સીધો લાભ રાજ્યની કાયદો-વ્યવસ્થાને મળશે. વિગતવાર સરકારી ઠરાવ (GR) ટૂંક સમયમાં જાહેર થશે આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) અને પ્રેસનોટ મારફતે સમગ્ર સ્પષ્ટતા જાહેર કરવામાં આવશે. અન્ય રાજ્યના કે ગુજરાતના અગ્નિવીરોની પાત્રતા સહિતની તમામ વિગતો સરકાર દ્વારા બહાર પાડવામાં આવનાર સરકારી ઠરાવમાં સ્પષ્ટ કરી દેવાશે. દેશની રક્ષા કાજે સમર્પિત રહેલા અગ્નિવીરો હવે ગુજરાત પોલીસ બેડાને વધુ મજબૂત અને સજ્જ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વયમર્યાદામાં પણ છૂટછાટ મૂળ નિયમો મુજબ ભૂતપૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈમાં 9 ઓક્ટોબરના સુધારા દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જગ્યાઓ માટે મળશે લાભ મૂળ નિયમોના પરિશિષ્ટ મુજબ ગૃહ વિભાગ હેઠળની નિર્ધારિત જગ્યાઓમાં સશસ્ત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, SRPF પ્લાટૂન કમાન્ડર, SRPF પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ વિભાગની કેટલીક જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ, ગુજરાત સરકારના આ સુધારાથી ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં 20 ટકા અનામત, શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ, લેખિત પરીક્ષામાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે. જો કે, ઉમેદવારોએ ભરતીના લાગુ પડતા અન્ય નિયમો અને જરૂરી લાયકાતની શરતો પૂર્ણ કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરની શ્રદ્ધાંજલિ સભા:પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ પહોંચ્યા, જેની ઠુમરની આંખોમાં પિતાનો ખાલીપો
    Next Article
    Narmada Sagbara Tribal Protest | સાગબારા જમીન વિવાદ મામલે મનસુખ વસાવાની CMને રજૂઆત | Land | CM Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment