Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમે માંજલપુર ક્રિકેટ ક્લબ વડોદરા ખાતે અમદાવાદ અને વડોદરાની ટીમને માત આપી

    13 hours ago

    “ઉંમર તો માત્ર એક આંકડો છે” આ વાક્ય વડોદરા એસ.આર.પી. ગ્રુપ-1 ક્રિકેટ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે સાર્થક થતું જોવા મળ્યું હતું. બીપી, બાયપાસ સર્જરી અને ની રિપ્લેસમેન્ટ કરાવેલા 70થી વધુ ઉંમરના વડિલોએ માંજલપુર ક્રિકેટ ક્લબ વડોદરા દ્વારા આયોજિત વન-ડે ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યુવાનો પણ મોંમાં આંગળા નાખી જાય તેવી સ્ફૂર્તિ અને જુસ્સા બતાવ્યો છે. આ સ્પર્ધામાં અમદાવાદ, સુરેન્દ્રનગર અને વડોદરાની સિનિયર સિટિઝન ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ મેચમાં અમદાવાદની સિનિયર સીટીઝન ટીમે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યા હતા. જવાબમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. વાઈસ કેપ્ટન અને મેન ઓફ ધ મેચ હર્ષદભાઈએ 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગા સાથે અણનમ 45 રન તથા કેપ્ટન જોગેશભાઈએ 25 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવી 10 વિકેટે દમદાર વિજય અપાવ્યો હતો. ફાઈનલમાં ક્રિકેટ ક્લબ વડોદરા સામે જય ઝાલાવાડ સુરેન્દ્રનગરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વડોદરા સામે ફાઇનલ મેચમાં રસાકસી જામી : 10 ઓવરની રમતમાં સામેની ટીમ ક્રિકેટ ક્લબ વડોદરા પહેલા બેટિંગ કરતા 10 ઓવરમાં 58 રન બનાવ્યા હતા. ધમાકેદાર શરૂઆત કરતા 59 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વડીલોની ટીમે માત્ર 7 જ ઓવરમાં 3 વિકેટના ભોગે 59 રન ફટકારી દીધા હતા. આમ વડીલોની ટીમે 7 વિકેટે ફાઇનલ મુકાબલો પોતાના નામે કરી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. અમદાવાદ સામે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 12 ઓવરમાં 98 રન બનાવ્યા, વડોદરાની ટીમ સામે 3 વિક્રેટમાં 59 રન ફટકાર્યા હું જ્યારે 8-9 વર્ષનો હતો અને મુંબઈ રહેતો હતો. ત્યારે સામે જ ટાટાનું મેદાન હતું. ત્યાં મારા દાદા મને આંગળી પકડીને લઈ જતા અને પોલી ઉમરીગર તથા નરી કોન્ટ્રાક્ટર જેવા મહાન ક્રિકેટરો સાથે મારી વાત કરાવતા. બસ, ત્યાંથી જ મને ક્રિકેટનો એવો ચસ્કો લાગ્યો કે આજે 70 વર્ષની ઉંમરે પણ મારો એ પ્રેમ અકબંધ છે.મેં પોતે ઘૂંટણની સર્જરી (ની-રિપ્લેસમેન્ટ) કરાવી છે, છતાં હું અટક્યો નથી અને નિયમિત ક્રિકેટ રમી રહ્યો છું. મારી ટીમમાં તો બાયપાસ સર્જરી કરાવેલા અને બીપીની તકલીફ હોય તેવા સભ્યો પણ મારી સાથે એટલા જ ઉત્સાહથી રમે છે.હું રોજ સવારે યોગ અને હળવી કસરત કરું છું તથા એકદમ લાઈટ ખોરાક લઉં છું. સાંજે પણ હું દોઢથી બે કલાક ક્રિકેટ અને ટેબલ ટેનિસ રમીને પોતાને ફિટ રાખું છું.” “નિવૃત્તિ પછીની આ મારી સેકન્ડ ઇનિંગ્સ છે અને હું તેને પૂરેપૂરી એન્જોય કરી રહ્યો છું. અમારી આખી 70+ વયની ટીમ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરે છે ત્યારે હાર-જીતનો કોઈ વિચાર નથી હોતો, અમારામાં 22 વર્ષના યુવાન જેવો જ જોશ અને જુસ્સો આવી જાય છે. > જોગેશભાઇ રાવલ, કેપ્ટન
    Click here to Read More
    Previous Article
    ચાંદખેડામાં ચોથા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:છેલ્લો ફોન બહેનને કરીને કહ્યું-પતિ,સાસુ-સસરા અને નણંદ ટોર્ચર કરે છે, 15 મિનિટ બાદ મોતના સમાચાર મળ્યાં
    Next Article
    પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર:સવા બે માસમાં 14 કેસ,‎ ઓક્ટોબરના 10 દિવસમાં જ 6 થી વધુ દર્દી નોંધાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment