Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર:સવા બે માસમાં 14 કેસ,‎ ઓક્ટોબરના 10 દિવસમાં જ 6 થી વધુ દર્દી નોંધાયા‎

    14 hours ago

    પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે રોગચાળો વકરતાં ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા સવા બે મહિનામાં જિલ્લામાં કુલ 14 કેસ નોંધાયાની માહિતી સામે આવી છે. વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણની કામગીરી તેજ કરી છે. બનાસકાંઠા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, પાલનપુર પંંથકમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 4 અને સપ્ટેમ્બરમાં 4 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 6થી વધુ કેસ સામે આવ્યા છે. પાલનપુર તાલુકાના શહેરી વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 6 નવા કેસ નોંધાયા છે, જેમાં 3 પાલનપુર શહેરના અને 3 આસપાસનાં ગામોના છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરના નિયંત્રણ માટે જિલ્લામાં રોજ 479 ટીમો કામગીરી કરી રહી છે. આ ઉપરાંત પાલનપુર અને ડીસા શહેરમાં 10 વધારાની વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે, પોરાનાશક કામગીરી અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.વાયરલ ફીવરમાં પણ પ્લેટલેટ્સ ઘટી શકે છે. તેથી માત્ર પ્લેટલેટ્સ કાઉન્ટના આધારે ડેન્ગ્યુનું નિદાન ન કરવું, શંકાસ્પદ લક્ષણો જણાય તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે. આરામ, પૂરતું પાણી અને હળવો ખોરાક સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. ડેન્ગ્યુ સામાન્ય રીતે 3થી 4 દિવસમાં અને કેટલાક કિસ્સામાં 7થી 10 દિવસમાં મટી શકે છે. ડેન્ગ્યુથી બચવા માટે આટલી સાવચેતી જરૂર રાખો‎ ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઇંડા મૂકે છે. આથી ઘરમાં કે આસપાસ જૂના ટાયર કે ખુલ્લા વાસણોમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી.આ મચ્છર મુખ્યત્વે દિવસના સમયે જ કરડે છે. તેથી શરીર આખું ઢંકાય તેવાં કપડાં પહેરવાં અને મચ્છર ભગાડવાની ક્રીમ કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. કુલર, ફૂલદાની પાણીનાં વાસણો ઢાંકીને રાખો‎ ઘરમાં કુલર, ફ્રિજની ટ્રે, ફૂલદાની અને પાણીનાં વાસણોમાં પાણી ભરાઈ રહેતું હોય તો મચ્છરોના ઉપદ્રવનું જોખમ વધે છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આ તમામ વસ્તુઓ નિયમિત સાફ કરી, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. પાણીનાં વાસણો હંમેશાં ઢાંકીને રાખો અને આસપાસ સ્વચ્છતા જાળવી મચ્છરજન્ય રોગોથી બચો. ડેન્ગ્યુ નિયંત્રણ માટે જનભાગીદારી જરૂરી‎ બ.કાં. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી -ડો. ભારમલ પટેલે જણાવ્યુ હતુ કે ડેન્ગ્યુ નિયંત્રણ માટે જનભાગીદારી જરૂરી છે. ડેન્ગ્યુ ગંદા નહીં, ચોખ્ખા પાણીના ભરાવામાં પેદા થતા એડીસ મચ્છરથી ફેલાય છે. મચ્છરનાં ઈંડાંમાંથી પોરા, પોરામાંથી કોસેટો અને ત્યારબાદ પુખ્ત મચ્છર બને છે. એક માદા મચ્છર 500થી વધુ ઈંડાં મૂકી શકે છે. મચ્છર નિયંત્રણને જનઆંદોલન બનાવવું જરૂરી છે. ઘરની પાણીની ટાંકી અઠવાડિયામાં એકવાર સાફ કરો અથવા મચ્છર પ્રવેશી ન શકે તેમ ઢાંકીને રાખો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમે માંજલપુર ક્રિકેટ ક્લબ વડોદરા ખાતે અમદાવાદ અને વડોદરાની ટીમને માત આપી
    Next Article
    આવતીકાલે ચૂંટણી:થરા નગરપાલિકાની ચૂંટણીમાં 12,905 મતદારો 59 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment