Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે ચૂંટણી:થરા નગરપાલિકાની ચૂંટણીમાં 12,905 મતદારો 59 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકા મથક થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 11 ઓક્ટોબરે યોજાનારા મતદાન પહેલાં શુક્રવારે સાંજે જાહેર પ્રચાર પૂર્ણ થતાં ઉમેદવારોએ હવે ડોર-ટુ-ડોર પ્રચાર દ્વારા મતદારો સુધી પહોંચવા પ્રયાસો તેજ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર વચ્ચે આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, વોર્ડ નં. 1, 2, 5 અને 6માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ વોર્ડમાં બંને પક્ષના ઉમેદવારો માટે મતદારોનો વિશ્વાસ મેળવવો મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, ચૂંટણીનું અંતિમ ચિત્ર મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. થરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 18 મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ 12,905 નોંધાયેલા મતદારો 59 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. ભાજપે તમામ બેઠકો પર 24 ઉમેદવારો, કોંગ્રેસે 24 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મતદાન 11 ઓક્ટોબરે અને મતગણતરી 13 ઓક્ટોબરે યોજાશે. ઉલ્લેખનીય છે કે થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મતદાનના દિવસે ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ અને ઓગડ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમનો નંબર 02742-260791, જ્યારે ઓગડ મામલતદાર કચેરીના કંટ્રોલરૂમનો નંબર 02747-233720 જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ફરિયાદ કે સમસ્યા હોય તો મતદારો આ નંબરો પર સંપર્ક કરી શકશે. 2021માં ભાજપને 20 બેઠકો મળી હતી‎ ઓક્ટોબર 2021ની ચૂંટણીમાં ભાજપે 24માંથી 20 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં 73.55 ટકા મતદાન નોંધાયું હતું. હવે ભાજપ પોતાનું અગાઉનું પ્રદર્શન જાળવી રાખે છે કે કોંગ્રેસ બેઠકોમાં વધારો કરે છે અને આમ આદમી પાર્ટી કેટલો પ્રભાવ પાડે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર:સવા બે માસમાં 14 કેસ,‎ ઓક્ટોબરના 10 દિવસમાં જ 6 થી વધુ દર્દી નોંધાયા‎
    Next Article
    પોરબંદર:50 વિકાસકામો ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment