Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ કન્યા છાત્રાલયમાં 50 ગરીબ પરિવારોને સાડી-મીઠાઈ અપાઈ:સાતમ-આઠમનો તહેવાર સુધર્યો, પૂર્વ વિદ્યાર્થીનીએ કરી મદદ

    6 hours ago

    વઢવાણ શહેરના બોડા તળાવ પાસે આવેલા કારડીયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિત્તે સમાજસેવા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે છાત્રાલયના નિર્માણ કાર્યમાં જોડાયેલા 50 મજૂર પરિવારોને સાડી, મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું હતું. છાત્રાલયની પૂર્વ વિદ્યાર્થીની ડોડિયા કોમલબા દીપસંગભાઈ દ્વારા મજૂર પરિવારોની મહિલાઓને બે-બે સાડી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજના આગેવાનો દ્વારા મીઠાઈ અને ફરસાણના પેકેટ પણ વહેંચવામાં આવ્યા હતા. આ વિતરણ દીપસંગભાઈ ડોડિયા, મોરી દાનુભા અસવાર, દીપસંગભાઈ જી.એસ. ડોડિયા, અસવાર દિલીપસિંહ ડોલુભા અને ગંભીર સિંહ સહિતના આગેવાનોના હસ્તે કરાયું હતું. કારડીયા રાજપૂત સમાજ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય કન્યા છાત્રાલય સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. આ સંકુલ પૂરું થયા પછી લગભગ 1000 કન્યાઓને શિક્ષણની સુવિધા મળશે. હાલમાં સાતમ-આઠમના તહેવાર વચ્ચે પણ 50થી વધુ મજૂરો સંકુલના નિર્માણ કાર્યમાં કામ કરી રહ્યા છે. સાડી, મીઠાઈ અને ફરસાણ મળતાં આશરે 50 ગરીબ અને મજૂર પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સમાજના આ સેવાભાવી પ્રયાસથી જરૂરિયાતમંદ પરિવારોનો સાતમ-આઠમનો તહેવાર વધુ આનંદદાયક અને યાદગાર બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવને ચંદનલેપ અને બોરસલીનો વિશેષ શૃંગાર:પ્રથમ જ્યોતિર્લિંગમાં ભક્તોએ કર્યા દિવ્ય દર્શન, વિશ્વ શાંતિ માટે કરાયો શૃંગાર
    Next Article
    Who Built Modern South Korea... And Who Is Destroying It?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment