Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરનો ઉકેલ કરવાને બદલે ચોથા દિવસે કામગીરી કરવા નીકળ્યા:126 જેસીબી અને સેંકડો ટ્રેક્ટરો મેદાનમાં, 500 સફાઈકર્મીઓ દોડ્યા, ઉકાઈ-નડિયાદથી હાઈ હોર્સ પાવરના ડી-વોટરિંગ પમ્પ તૈનાત

    1 day ago

    ગત 7 અને 8 જુલાઈના રોજ સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જો કે ચાર દિવસે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પૂરના પાણી ઓસરવાની સાથે જ શહેરમાં રોગચાળો ન ફેલાય અને જનજીવન સામાન્ય બને તે માટે સુરતના પ્રભારી સચિવ શાલિની અગ્રવાલે મોરચો સંભાળ્યો છે. રાજ્ય સરકારના સીધા સંકલન હેઠળ સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે 24 કલાક અવિરત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના આદેશથી ગુજરાતના વિવિધ વિભાગો પાસેથી તમામ જરૂરી સાધન-સામગ્રી સુરત ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. વડોદરા અને નડિયાદથી ખાસ ટીમો અને હાઈ પાવર પમ્પો મંગાવાયા શહેરના નીચાણવાળા અને ખાડી વિસ્તારોમાં ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ કરવો એ તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા, નડિયાદ અને ઉકાઈ ડેમ ખાતેથી મોટા હોર્સ પાવર ધરાવતા 29 જેટલા ખાસ ડી-વોટરિંગ પમ્પો તાત્કાલિક ધોરણે સુરત મંગાવવામાં આવ્યા છે. આ હાઈ-ટેક પમ્પોને સોસાયટીઓ અને ખાડી વિસ્તારોમાં ઇન્સ્ટોલ કરીને પાણી ઉલેચવાની કામગીરી અત્યંત ઝડપથી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પૂર બાદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ન સ્થપાય તે માટે પાડોશી શહેર વડોદરાથી 500 જેટલા અનુભવી સફાઈ કર્મચારીઓની ફોજ તાત્કાલિક સુરત ખાતે ડેપ્યુટેશન પર ઉતારી દેવામાં આવી છે, જેઓ સ્થાનિક સ્ટાફ સાથે મળીને સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે. 126 જેસીબી અને 195 ટ્રેક્ટર-ટ્રેલર મેદાનમાં ઉતાર્યા અગાઉ સુરત શહેરમાં માત્ર 35 જેસીબી અને 45 ટ્રેક્ટર-ટ્રેલર જ કાર્યરત હતા, જે પૂરની વિશાળ આપત્તિ સામે અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. આથી, તંત્રએ આર એન્ડ ડી (RB) વિભાગ, મેટ્રો પ્રોજેક્ટ, ડીજીવીસીએલ અને વિવિધ ખાનગી મોટી કંપનીઓ સાથે સંકલન સાધીને ભારે મશીનરીનો મોટો કાફલો મેદાનમાં ઉતાર્યો છે. હાલમાં બહારથી વધારાના 126 જેસીબી, 195 ટ્રેક્ટર-ટ્રેલર, 52 ભારે ટ્રકો, 36 ટ્રેક્ટર વિથ ટ્રેલર અને 90 ટ્રક-ટ્રેક્ટર યુદ્ધના ધોરણે રસ્તાઓ પરથી કાટમાળ અને કચરો હટાવવાનું કામ કરી રહ્યા છે. આ સાથે જ પાણીના નિકાલ માટે અન્ય શહેરોના ફાયર વિભાગના 29 ખાસ વાહનો પણ સુરતમાં તૈનાત કરાયા છે. શહેરમાં 257 મેડિકલ ટીમો એક્ટિવ, રોગચાળો રોકવા ડોર-ટુ-ડોર સર્વે પૂરના પાણી ઓસર્યા પછી સૌથી મોટો ભય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો રહે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની હેલ્થ વિંગે આ બાબતે આગોતરી તૈયારી બતાવીને સમગ્ર શહેરમાં 257 જેટલી મેડિકલ ટીમો દોડતી કરી દીધી છે. સુરત કોર્પોરેશનના આરોગ્ય સ્ટાફ ઉપરાંત સ્મીમેર (SMIMER) હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમો પણ આ અભિયાનમાં જોડાઈ છે. આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર મિટિંગો અને હેલ્થ સર્વેલન્સ કરી રહી છે. દરેક ઘરમાં જઈને લોકોની તબિયત ચકાસવામાં આવી રહી છે અને જરૂરી દવાઓ તથા ક્લોરિનની ગોળીઓનું વિતરણ પણ સમાંતર ધોરણે ચાલુ છે. શેલ્ટર હોમ્સમાં તબીબી સેવા અને કેશડોલ-ઘરવખરી સહાયનું વિતરણ શરૂ સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે બનાવાયેલા શેલ્ટર હોમ્સમાં પણ પાલિકા દ્વારા વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે. તમામ આશ્રય સ્થાનો પર મેડિકલ ટીમો સતત હાજર રહીને નાગરિકોની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, પૂરના કારણે જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક નુકસાન થયું છે, તેમને બેઠા કરવા માટે સરકાર દ્વારા ત્વરિત સહાયની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા અસરગ્રસ્તોની યાદી તૈયાર કરી નિયમ મુજબ કેશડોલ (રોકડ સહાય) અને ઘરવખરી સહાય ચૂકવવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે, જેથી લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે. સુરતને પૂર્વવત કરવા ત્રિપુટી મેદાનમાં, 24 કલાક મોનિટરિંગ પ્રભારી સચિવ શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતને ફરીથી ધમધમતું કરવા માટે સુરત મહાનગરપાલિકા, કલેક્ટરશ્રીનું વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની ત્રિપુટી એક ટીમ બનીને દિવસ-રાત જોયા વગર કામ કરી રહી છે. કચરાના નિકાલ માટે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વ્હિકલ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે જેથી રોજિંદો કચરો જમા ન થાય. પ્રશાસનનો એક જ ધ્યેય છે કે આગામી ગણતરીના કલાકોમાં જ સુરત શહેરની સ્થિતિ સંપૂર્ણપણે નોર્મલ થઈ જાય અને નાગરિકો સુરક્ષિત અનુભવે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આ સમગ્ર કામગીરીનું પળેપળનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પૂરનો હીરો, ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 નંબરપ્લેટ ભેગી કરી:પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ સાઇડમાં મૂકી, જાગૃત યુવાને રીલ બનાવી વાઇરલ કરી
    Next Article
    ભરૂચના નબીપુર હાઈવે પર ટેમ્પો ચાલકનો મૃતદેહ મળ્યો:પાર્ક કરેલા ટેમ્પા સાથે દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પોલીસ તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment